fbpx
ગુજરાત

શ્રમજીવી પરિવારની ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મઅવાર નવાર શારીરિક સંબંધ બાંધી હવસખોર આધેડે સગીરાને ગર્ભવતી બનાવી દીધી

ઓલપાડ તાલુકાના કીમ ગામે એક હવસખોર આધેડે ધોરણ. ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધ અવાર નવાર શારીરિક સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી. ત્યારબાદ સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કીમ ગામે એક શ્રમજીવી પરિવારની ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ સગીરા આજથી સાત મહિના અગાઉ એક ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો જમાં કરવામાં ગઈ હતી. તે દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર હવસના ભૂખ્યા ભંગારીએ સગીરાને ૧૦ રૂપિયા આપ્યા અને બીજા ૧૦ રૂપિયા આપવાનું કહી ગોડાઉનની અંદર લઇ ગયો.

ગોડાઉનની અંદર ગયેલી સગીરાનો હવસખોર આધેડે હાથ ખેંચ્યો અને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાએ બુમાબૂમ કરતા કરતા હવસખોર આધેડે સગીરાનું મો દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને ઘરે કોઈને પણ ન જણાવવા કહ્યું હતું. પછી અવાર નવાર સગીરાને ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. થોડા મહિના વીત્યા બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા શ્રમજીવી પરિવાર સગીરાને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં હાજર તબીબે સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું ડોકટરે જણાતા સગીરાના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કીમ પોલીસે તપાસ કરતા સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીનું નામ નાથુંજી નંદાજી કુમાવત હોવાનું જાણવા મળતાં જ પોલીસે આ હવસખોર આધેડના કોલર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હવસખોરને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/