fbpx
ગુજરાત

શિક્ષણ બચાવો ધરણાં ને કોંગ્રેસ પક્ષ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઇ ચાવડા એ સમર્થન જાહેર કર્યું.

■ ધોમધખતા તાપમાં યોજાયો જનમંચ, હજારો ની સંખ્યા માં શિક્ષક મિત્રો હાજર

■ શિક્ષણ બચાવો ધરણાં ને કોંગ્રેસ પક્ષ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા એ સમર્થન જાહેર કર્યું.

■ સરકાર ના નેતા વિશ્વગુરુ બનવા નીકળયા છે પણ એક ગુરુ ની ઇજ્જત આબરુ તેમણે સાચવી નથી. આ સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ : અમિત ચાવડા 

■ ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે : અમિત ચાવડા

■ જિલ્લા વાઇઝ કન્વીનર બનાવો, 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર પાસે જઇ ને એમનો સપોર્ટ માંગો, શિક્ષક, ડોક્ટર, સામાજિક નેતા, ધાર્મિક નેતા જોડે ધરણાં ના સમર્થન માં વિડીયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર મૂકો : અમિત ચાવડા

■ ચલો ગાંધીનગર કૂચ કરીએ અને 2 લાખ લોકો ને આંદોલન માં સામેલ કરીએ. આ આંદોલન થી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પોતે અહીં નિમણૂંક પત્ર આપવા આવશે : અમિત ચાવડા

સરકારે શિક્ષણ નું ખાનગીકરણ કર્યુ અને શિક્ષણ નું વેપારીકરણ કરી ને શિક્ષણ મોંઘુ કર્યુ. હવે આ સરકાર જ્ઞાન સહાયક ના નામે શિક્ષણ નું કોન્ટ્રેકટીકરણ (કરાર આધારિત) કરી ને યુવાનો ને કાયમી રોજગારી થી વંચિત રાખીને, બાળકોના ભવિષ્ય ને અંધકારમય બનાવવા જઇ રહી છે. આ માટેની લડત માં શિક્ષણ બચાવો ધરણાં નો કાર્યક્રમ આજરોજ ગાંધીનગર ખાતે તારીખ: 06/10/2023 શુક્રવારે જનમંચ ના બેનર હેઠળ યોજાયેલ હતો. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષક મિત્રો, યુવાનો, મહિલાઓ એ પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. કોંગ્રેસ પક્ષ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા એ આ ધરણાં, લડત અને આંદોલન ને સમર્થન જાહેર કર્યું. 

આજ ના ધરણાં કાર્યક્રમ માં શ્રી અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે, આ લડાઈમાં પરિણામ સુધી લડી લેવાના મક્કમ ઇરાદા થી લડવા માટે કોંગ્રેસ તૈયાર છે. તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર ના નેતા વિશ્વગુરુ બનવા નીકળયા છે પણ એક ગુરુ ની ઇજ્જત આબરુ તેમણે સાચવી નથી. આ સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ છે. આ સરકાર શિક્ષક મિત્રો ની વાત સાંભળતી નથી અને કોઈ ને રજુઆત કરવાનો અધિકાર પણ આપતી નથી. ગુજરાત ના ખૂણે ખૂણે થી આવેલા શિક્ષક મિત્રો ને બોલવા માટે સરકાર કોઈ મંચ આપતી નથી. આવા સમયે આ શિક્ષક મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી અમિતભાઇ ચાવડા ને મળવા ગયું અને તેમણે આ લડાઈમાં સાથ આપવા ની બાંહેધરી આપી. 

આ સાથે મંચ ઉપર પ્રહાર કરતા કહ્યું કે જયારે 156 સીટો વાળી સરકાર બની હોય ત્યારે ગુજરાત માં તો રામરાજ્ય આવી ગયું હોવું જોઈએ. બધા ખુશ હોવા જોઈએ. કોઈ ને પણ કોઈ જાતની તકલીફ કે ફરીયાદ ના હોય, પણ થોડા સમયમાં લોકો ને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે અમે તો સાહેબ ના જુમલામાં આવી ગયા. મંદિર ની વાત, જાતિ ધર્મ ની વાતો માં આવી ને જનતા ભોળવાઇ ગઇ. અત્યાર સુધી આંગણવાડી બહેનો આંદોલન કરતા હતા, ફિક્સ પગાર વાળા, મધ્યાહન ભોજન વાળા, તલાટી, કલાર્ક, વિદ્યાર્થી, કોંગ્રેસ ના નેતા ઓ વગેરે બધા જ આંદોલન કરતા હતા. હવે શિક્ષક મિત્રો ને સરકાર હેરાન કરી રહી છે. આ સરકાર જનશક્તિ થી ડરે છે કારણકે સંવિધાન માં બધા ના વોટ ની કિંમત એક સરખી છે. હાલમાં જ બક્ષીપંચ અનામત ના ધરણાં કાર્યક્રમ ના લીધે સરકાર ને ઝૂકવું પડયું. કોંગ્રેસ ના અને જનમંચ ના બેનર હેઠળ ના ધરણાં ની આ તાકાત છે. 

ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ સૂત્ર સાથે શ્રી અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે. આપણે આંદોલન સિવાય મીડિયા અને સોશિયલ મીડિયા ના માધ્યમથી પણ આ લડાઈ લડવાની છે. તેમણે ખૂબ જ પ્રેરક સૂચનો આપ્યા હતા કે આ મંચ થી થયેલા બધા ભાષણ ને તમામ શિક્ષક મિત્રો લાઇવ કરે, પોતપોતાના સોશિયલ મીડિયા ગૃપ માં મૂકી ને વધુ લોકો સુધી પહોંચાડે. કોન્ટ્રેકટ આધારિત ભરતી ના લીધે આવનારા ભવિષ્ય ના બાળકો ને નુકશાન થશે એટલે આ આંદોલન ને ગુજરાત ના ખૂણે ખૂણે સુધી પહોંચાડો. ગુજરાત માં 156 સીટ વાળી સરકાર સામે કોંગ્રેસ ના 17 ધારાસભ્યો લડવા માટે તૈયાર છે. 

જનમંચ એક એવો મંચ છે જેને કોંગ્રેસ જનતા માટે ખુલ્લો મૂકે છે અને જયારે જયારે સરકાર દ્વારા અન્યાય થશે ત્યારે કોંગ્રેસ સાથ આપવા તૈયાર હશે. આ લડાઈ ને તબક્કાવાર આગળ લઇ જવા માટે આગળ નો કાર્યક્રમ નક્કી કરવો પડશે. એક એક જિલ્લા વાઇઝ કન્વીનર બનાવવા માટે તેમણે સૂચના આપી. સાથે કહ્યું કે તમે જેને મત આપ્યા છે એવા 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો ના ઘરે જઇ ને એમનો સપોર્ટ માંગો. એ માટે પહેલો કાગળ મારો લખાવી જજો કે જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી શિક્ષકો ની ભરતી કરવા માટે શ્રી અમિતભાઇ ચાવડા નું સમર્થન છે. આવો સમર્થન પત્ર તમામ 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો પાસે લખાવવા જાવ. તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર પાસે જઇ ને એમનો સપોર્ટ માંગો એટલે ખબર પડશે કે એ આપણા છે કે પારકા. સાથે સાથે આપણી આસપાસ માં જે કોઈ શિક્ષક, ડોક્ટર, સામાજિક નેતા, ધાર્મિક નેતા હોય એમની જોડે આ ધરણાં ના સમર્થન માં એક વિડીયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર મૂકો. ઘરે બેઠેલા 40000 શિક્ષક મિત્રો ને પણ કહો કે તમે તમારા જિલ્લા મથકોએ ધરણાં કાર્યક્રમ કરો. સાથે બધા ને વિનંતી કરી કે બીજા જેટલા લોકો આંદોલન કરી રહ્યા છે એ બધા ને તમે સપોર્ટ કરો. 

ખોટું કરવા વાળા કરતા એ સહન કરવા વાળા વધારે જવાબદાર છે. એટલે દિવાળી સુધી માં આગળ નો કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. આજ દિવાળી કાલ દિવાળી, દિલ્લી વાળા ની છેલ્લી દિવાળી એવો નારો એમણે આપ્યો. ચલો ગાંધીનગર કૂચ કરીએ અને 2 લાખ લોકો ને આંદોલન માં સામેલ કરીએ. આ આંદોલન થી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પોતે અહીં નિમણૂંક પત્ર આપવા આવશે. 

ધરણાં કાર્યક્રમ ના અંત માં શ્રી અમિતભાઇ ચાવડા એ શપથ લેવડાવ્યા હતા કે આ જ્ઞાન સહાયક રદ કરાવી ને જ રહીશું. 

આજ ના જનમંચ ના બેનર હેઠળ યોજાયેલ ધરણાં કાર્યક્રમ માં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઇ ચાવડા, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી ૠતવિકભાઈ મકવાણા, વાંસદા ચીખલી ના યુવા ધારાસભ્ય શ્રી અનંતભાઇ પટેલ, કાંકરેજ ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, પૂર્વ કેબીનેટ મીનીસ્ટર શ્રી બાબુજી ઠાકોર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી જેનીબેન ઠુમમર, ગુજરાત કોંગ્રેસ ઓબીસી સેલ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, ગુજરાત કોંગ્રેસ એસ.સી. સેલ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઇ પીઠડીયા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અરવિંદસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા શ્રી ડૉ. અમિતભાઇ નાયક, ગુજરાત કોંગ્રેસ આગેવાન શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ સહિત અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો અને શ્રી યુવરાજ સિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ સાથે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/