fbpx
ગુજરાત

૭ ઑક્ટોબર ૨૦૦૧ ; “હું નરેન્દ્ર દામોદરદાસ મોદી”, કહી મુખ્યમંત્રી તરીકે પહેલીવાર સત્તાનું સુકાન સંભાળ્યુંઆજે મોદી સાહેબનાં સુશાસનનાં ૨૨ વર્ષ પૂર્ણ

આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એ દિવસ હતો ૭ ઑક્ટોબર ૨૦૦૧, રવિવાર. જી હા,,, નરેન્દ્ર મોદીએ તારીખ ૭ ઑક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર સત્તાનું સુકાન સંભાળ્યું હતું. હેડ ઑફ ગવર્નમેન્ટ તરીકે નરેન્દ્ર મોદીએ સુશાસનનાં આજે ૨૨ વર્ષ પૂર્ણ કર્યાં છે. વર્ષ ૨૦૦૧માં તેઓ પહેલીવાર ઝ્રસ્ બન્યા બાદ બીજા જ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી અને ભાજપને ૧૨૭ બેઠકો જીતાડીને ૨૦૦૨માં બીજી વાર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

આ પછી વર્ષ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૧૭ બેઠકો જીતાડીને નરેન્દ્ર મોદી ત્રીજી વાર ગુજરાતના સીએમ બન્યા. વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠકો જીતાડીને ચોથીવાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વર્ષ ૨૦૧૪માં ભાજપે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કર્યા અને દેશવાસીઓએ પ્રચંડ બહુમતી આપીને ૨૮૨ બેઠકો સાથે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી. જેથી નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં પહેલીવાર દેશના પીએમ બન્યા.

આ પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેશવાસીઓએ ફરી એકવાર નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો અને જનતાએ ૩૦૩ બેઠકો આપી. પરિણામે નરેન્દ્ર મોદી બીજી વાર ૨૦૧૯માં દેશના પ્રધાનમંત્રી બન્યા. આમ લગભગ ૧૨ વર્ષ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય રાજકારણમાં ૨૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૭ ઑક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળ્યા બાદ તેમણે પહેલાં ગુજરાતના અને પછી દેશના રાજકારણને એક નવી દિશા આપી છે.

તેમના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશમાં એવાં ઐતિહાસિક કાર્યો થયાં છે જેને આવનારી પેઢીઓ સદીઓ સુધી યાદ રાખશે. ૨૦૦૧માં મોદી ઝ્રસ્ બન્યા ત્યારે લોકો કહેતા સાંજે વાળુ ટાણે વીજળી આપજાે. ૭ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ઝ્રસ્ બન્યા બાદ મોદીએ વીજળીના મુદ્દાને ગંભીરતાથી લીધો. ૨૦૦૧માં ગામે ગામ ૨૪ કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો. ૨૦૦૧માં ખેડૂતોને ૮ કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૫-૦૬માં જ્યોતિગ્રામ યોજના શરૂ કરાવી. નરેન્દ્ર મોદીએ ખેતીની વીજળી માટે અલગ ફીડર અને ઘર માટે અલગ ફીડર કરાવ્યાં.

નરેન્દ્ર મોદીએ ય્ઈમ્ને ૭ હિસ્સામાં વહેંચીને ડીસેન્ટ્રલાઈઝ કર્યું. ૧૮૭૯ થી વધુ જ્યોતિગ્રામ ફીડર અને ૫ હજારથી વધુ કૃષિ ફીડરની સ્થાપના કરી. લગભગ ૧૯ હજાર ટ્રાન્સફોર્મર અને ૧૭ લાખથી વધુ વીજપોલ લગાવ્યા. દેશમાં પાવરગ્રીડનું નિર્માણ કરનારું પહેલું રાજ્ય બન્યું ગુજરાત. નરેન્દ્ર મોદીએ સમયને પારખીને રિન્યુએબલ ઊર્જાને મહત્વ આપ્યું. વર્ષ ૨૦૧૧માં તે વખતે દેશનો સૌથી મોટો ૨૧૫ મેગાવૉટનો ચારણકા સોલાર પાર્ક સ્થાપ્યો.

રાધાનેસડામાં ૭૦૦ મેગાવૉટનો સોલાર પાર્ક પણ સ્થાપ્યો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં વીજળી ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બન્યું. સોલાર રૂફટોપમાં સમગ્ર દેશમાં ગુજરાતને નંબર ૧ રાજ્ય બનાવ્યું. ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધી ગુજરાતમાં સોલાર રૂફટોપથી ૨૮૪૨ મેગાવૉટ વીજ ઉત્પાદન કરાવ્યું. ગુજરાતમાં ૪૦,૦૦૦ કિલોમીટરથી વધુ ગેસ પાઈપલાઈનનું નેટવર્ક સ્થાપ્યું. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ઝ્રસ્ બન્યા ત્યારે સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો ખૂબ ઊંચો હતો. દીકરીઓનું શિક્ષણ ગુજરાતમાં સૌથી મોટી ચિંતાનો વિષય હતો. ૨૦૦૩માં નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી.

ગામે ગામ જઈને શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. ૨૦૦૧માં ગુજરાતમાં સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો ૩૭% હતો તે આજે ૨%થી નીચે આવી ગયો. યુવાઓને ઉચ્ચ શિક્ષણની તકો માટે નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરી. ૨૦૦૧માં ૧૪ યુનિવર્સિટીઓ હતી, તે વધીને ૧૦૮ યુનિવર્સિટીઓ થઈ છે. ૨૦૦૧માં ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલ-એન્જિનિયરિંગ માટે બીજાં રાજ્યોમાં જતા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજાેની સંખ્યા વધારી. એન્જિનિયરિંગ કોલેજાેની સંખ્યા ૨૬ હતી તે વધારીને ૧૩૩ કરી. મેડિકલ કોલેજાેમાં બેઠકોની સંખ્યા ૧૩૭૫ હતી તે વધારીને ૬૮૦૦ કરી.

યુવાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ મિશન શરૂ કરીને ઉદ્યોગો સાથે જાેડાણ કર્યું. ગુજરાતના યુવાઓનો રમતગમતમાં રસ વધે તે માટે ખેલ મહાકુંભની શરૂ કરાવ્યો. વર્ષ ૨૦૦૩માં નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી. ગુજરાત વાઈબ્રન્ટ સમિટની સફળતા દેશનાં અન્ય રાજ્યો માટે પ્રેરક બની. ઉદ્યોગો માટે જીઈઢ, ઈન્ડસ્ટ્રીઝ પોલિસી અને ટેક્સટાઈલ પોલિસી અમલમાં મૂકી. ગુજરાતમાં ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ શરૂ કર્યા. દેશના ય્ડ્ઢઁમાં ૮ ટકા ગુજરાતનું યોગદાન છે. ૨૦૧૬-૧૭થી સતત ચોથી વાર ઔદ્યોગિક ઉત્પાદનમાં નંબર ૧ બન્યું. દેશનાં કુલ ૨૮,૪૭૯ કારખાનાંમાંથી ૧૧.૬% સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ફોર્ચ્યુન ૫૦૦ ગ્લોબલ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં અનેક મલ્ટિનેશનલ કંપનીઓની ઑફિસો કાર્યરત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/