fbpx
ગુજરાત

ભાજપ સંકલનની બેઠકમાં કાર્યકર્તાઓને મોબાઈલ લઈ જવા પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પ્રતિબંધ મુક્યો

ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે. કાર્યકર્તાઓની રજૂઆત,પ્રશ્નો અને તેની કામગીરી શિસ્તમાં સોંપવામાં આવતી હોય છે પરંતુ આ જ પાર્ટીના કેટલાક એવા ર્નિણયો જાેવા મળે છે જે શિસ્તની સાથે કાર્યકર્તાઓ પરના વિશ્વાસ સામે પણ પ્રશ્નાર્થ મુકે છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટ મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં તમામ હોદ્દેદારોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શહેર ભાજપ પ્રમુખના આ આદેશથી થોડા સમય માટે કાર્યકર્તાઓ ચોંકી ઉઠ્‌યા હતા. રાજકોટ શહેર ભાજપની સંકલનની બેઠકમાં લેવાયેલા ર્નિણય અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાઓનું સંકલનમાં ધ્યાન રહે અને સંકલનની બેઠકમાં કોઇ વિક્ષેપ ન આવે તે હેતુથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. મુકેશ દોશીએ વધુમાં કહ્યું હતું કે કેટલીક વખત કાર્યકર્તાઓ સંકલનની બેઠકમાં મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે જેથી હવેથી શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોએ મોબાઇલ બહાર રાખવાની સૂચના આપવામાં આવી છે.જાે કે આ ર્નિણયથી કાર્યકર્તાઓ પર અવિશ્વાસ છે તેવું ન લાગે તેના જવાબમાં મુકેશ દોશીએ કહ્યું હતું કે આ શિસ્ત અંગેનો ર્નિણય છે પરંતુ અવિશ્વાસની કોઇ વાત નથી.

આ પહેલી વખત નથી અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો દ્રારા જનરલ બોર્ડની કામગીરીમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહેતા કેમેરામાં કેદ થયા હતા જેના પગલે પહેલા મેયર અને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ કોર્પોરેટરોને જનરલ બોર્ડમાં પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.રાજકોટમાં ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની વરણી થયા બાદ કાર્યકર્તાઓના ક્લાસ લેવામાં આવી રહ્યા છે અને શિસ્તનું ચુસ્ત પાલન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જાે કે શહેર ભાજપ પ્રમુખની આ કાર્યવાહીથી કેટલાક કાર્યકર્તાઓમાં ભારે કચવાટ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/