fbpx
ગુજરાત

સુરતમાં ૩૬ વર્ષીય મહિલાએ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવીપતિ એક જ બેડ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિ એક જ બેડ ઉપર પત્નીને પોતાની અને મિત્રની વચ્ચે સુવડાવતો હતો. પત્નીને મારામારી મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપી મિત્ર પતિની હાજરીમાં જ પત્ની સાથે દુષ્કર્મ કરતો હતો.

પત્નીને પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ અને દુષ્કર્મ કરનાર મિત્રની ધરપકડ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રહેતી ૩૩ વર્ષીય યુપી વાસી પરિણીતાને તેના પતિ ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપી તેના મિત્ર પાસે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરિણીતાનો મજબુરીનો ફાયદો ઉઠાવી પતિના મિત્રએ ત્રણ મહિના સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જયારે તેનો પતિ ઢોર મારમારતો હતો. પતિના ત્રાસથી કંટાળીને પોતાના ભાઈને આ બાબતે જાણ કરી હતી.

પરિણીતાએ હિંમત કરી પતિ અને દુષ્કર્મ કરનાર પતિના મિત્ર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો દાખલ કરી બંને જણાની ધરપકડ કરી છે. આરોપી પરિણીતાની મજબુરી ફાયદો ઉઠાવી જુલાઈ મહિનાથી અવાર નવાર ઘરે આવી પરિણીતા ઉપર બળાત્કાર કરતો હતો. પરિણીતાએ તેના પિયરની પરિસ્થિતિ સારી ન હોવાથી પતિના કહેવા પ્રમાણે બધુ સહન કરતી આવી હતી.

પરંતુ થોડા દિવસ પહેલા વિરેન દુબેએ પત્નીને ઢોર મારમારતા આખરે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરવાનો ર્નિણય કર્યો હતો.પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે તેના પતિ વિરેન દુબે અને તેના મિત્ર મનીષ ગુપ્તા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે. પત્ની પત્ની મિત્ર સાથે શારીરિક સંબધ ઈન્કાર કરતી ત્યારે પતિ તેને મારમારો હતો એટલું જ નહીં આરોપી પતિએ એક વખત પત્નીના ગુપ્ત ભાગમાં દાળ નાખી દીધી હતી.આરોપી મિત્ર ફાયદો ઉઠાવી અનેક વખત મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો.હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલિસે બને ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/