fbpx
ગુજરાત

શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ, શિક્ષકને સસ્પેન્ડ કરવા ડ્ઢઈર્ંનો આદેશ

અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલા થયાનો આક્ષેપ થયો છે. ધોરણ-૭ની વિદ્યાર્થિની સાથે અડપલા થવાના આરોપ સાથે વાલીઓએ અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારીને (ડ્ઢઈર્ં) ફરિયાદ કરી હતી. ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ (જીેજॅીહઙ્ઘ) કરવાના આદેશ આપ્યા છે. શ્રેયસ સ્કૂલમાં અગાઉ ફીનો વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે ફરી શ્રેયસ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળાના જ એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સાથે ફરી વિવાદ વકર્યો છે. ધોરણ-૭ની વિદ્યાર્થિની સાથે શિક્ષકે સ્કૂલની લોબી અને રુમમાં અડપલા કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે.આ સંદર્ભની ફરિયાદ વાલીઓ દ્વારા ડ્ઢઈર્ંને કરવામાં આવી હતી.

જાે કે તે પછી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આર્ટ વિષયના શિક્ષકે શાળાકીય સમયમાં જ છેડતી કરી હતી. દીકરીએ ઘટના અંગે વાલીને જાણ કરી અને ત્યારબાદ વાલીએ શાળા અને જિલ્લા શિક્ષણ અધિકારી એમ બંને જગ્યાએ ફરિયાદ કરી હતી. વિદ્યાના ધામમાં જ વિદ્યાર્થીની સાથે છેડતી જેવી ગંભીર બાબત હોવા છતાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો. તેમજ તેને છાવરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે. વાલી ખુદ સામે નથી આવી રહ્યા, પરંતુ શાળાએ આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે.

શ્રેયસ ફાઉન્ડેશન ના એડવાઇઝર યોગેશ થાનકી એ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં તપાસ કરવામાં આવી છે. વાલીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું છે પરંતુ ફરિયાદ ના થતા અમે શિક્ષકને સસ્પેન્ડ નથી કરી શક્યા. જાે કે તેમને શૈક્ષણિક કાર્યથી દૂર કરી અન્ય જગ્યા પર ડ્યુટી આપી છે. અમે પોસ્કો ગાઇડલાઈ મુજબ ફરિયાદ અંગે તપાસ કરી હતી. શિક્ષકનો મનોવૈજ્ઞાનિક રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જેમાં કસૂરવાર ઠરી ના રહ્યા હોવાના કારણે કે પોલીસ ફરિયાદ ના થઇ હોવાથી અમે સસ્પેન્ડ નથી કર્યા. જાે કે તાજેતરમાં ડ્ઢઈર્ં દ્વારા શાળાને પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ શાળામાં જશે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરશે. વાલી, શાળાના આચાર્ય, શિક્ષકની પૂછપરછ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/