fbpx
ગુજરાત

યશોદાનું બાળક ખોવાયું, અને મળ્યું તો ગોકુલે આપી ભારે હૈયે વિદાયપિતાએ ૩ વર્ષનાં બાળકને તરછોડ્યું, પત્નીએ પૂછયું મારૂ છોકરું ક્યાં, ૧૫ વર્ષનાં બાળક સાથે રમતું જાેઈ, પોલીસ પણ ચોંકી ગઈ

ક્રૂરતા અને માનવતાની અનેક મિસાલ આપણી સામે આવતી હોય છે, જેને જાેતા જ આપણે ઘણી વખત ચોંકી પણ ઉઠતા હોઈએ છીએ. એવી જ એક ઘટના તમિલનાડુમાંથી આવી છે. જણાવી દઈએ કે, એક ક્રૂર પિતાએ તેના ૩ વર્ષના બાળકને ત્યજી દીધું હતું. જે બાદ જે થયું તે ખૂબ જ ચોંકાવનારૂ હતું. સાલેમ જિલ્લાના એક ગામના ટુ-વ્હીલર મિકેનિક ચિન્નાદુરાઈએ પારિવારિક ઝઘડાઓને કારણે ૩ વર્ષના બાળકને ત્યજી દીધું હતું. તેમણે તેમના પુત્ર મુકેશને ટુ-વ્હીલર પર લઈને ૧૫ કિલોમીટર દૂર અન્ય ગામના રસ્તા પર છોડીને ભાગી ગયો હતો.

જ્યારે બાળક આ ગામની શેરીઓમાં ભટકી રહ્યું હતું, ત્યારે ગોકુલ નામના ૧૦ વર્ષના છોકરાની નજર તેના પર પહોંચી હતી. ગોકુલે મુકેશ પાસે જઈને તેનું સરનામું અને માતા પિતાનું નામ પૂછતા કોઈ જવાબ આપ્યો ન હતો. આ સાથે જ, ગોકુલે તેમના આસપાસમાં તેના માતાપિતાને પણ શોધવાની કોશિશ કરી પણ જાેવા મળ્યા ન હતા. ઘણા કલાકો સુધી બાળકના માતા પિતા ન મળતા ગોકુલ તે બાળકને તેમના ઘરે લઈ ગયો હતો. ઘરે ગોકુલના માતા પિતા આ બાળકને જાેઈને પૂછ્યું તો તેમણે સમગ્ર ઘટના જણાવી હતી.

આ બાદ, ગોકુલના માતા પિતાએ આ બાળકને ખવડાવ્યું અને આ સમગ્ર મામલાની પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ પણ તેમના ઘરે પહોંચી અને સમગ્ર તપાસ કરી હતી. જાેકે, પોલીસ બાળકને લેવાની કોશિશ કરી રહી હતી, પરંતુ બાળક ગોકુલને ભેટીને પકડી રાખ્યો હતો અને તેને છોડવા તૈયાર જ ન હતું અને મોટે મોટેથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. આ દ્રશ્યો જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી કે, આટલા નાના સમયમાં કેવી રીતે ગોકુલ સાથે આ બાળકની દોસ્તી થઈ ગઈ છે. આ જાેતા જ, પોલીસે પણ ગોકુલને સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન, પોલીસે બાળક મુકેશની સાથે ગોકુલને પણ ખવડાવ્યું અને સારી રીતે રાખ્યા હતા. માત્ર ટૂંકા ગાળામાં જ એટલું મજબૂત બનેલું બંધન જાેઈને પોલીસ અને અન્ય લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જાેકે બીજી તરફ પોલીસે આ બાળકના માતા પિતાને શોધવાની કામગીરી હાથ ધરી દીધી હતી. બાળકના માતા પિતાને શોધવા માટે પોલીસે શહેરના ઝ્રઝ્ર્‌ફ તપાસ કરવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન, ચિન્નાદુરાઈની પત્ની યશોદાએ તેમના પતિને પૂછ્યું કે બાળક ક્યાં છે, તો તેમના પતિએ જણાવ્યું કે હું તેમને ક્યાંક છોડીને આવ્યો છું.

આ બાદ, યશોદાએ વ્યથા સાથે તેના પતિને સાથે લઈને તેના બાળકને શોધવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બાળકને શોધી રહેલી પોલીસે તેને જાેઈને તેની સાથે પૂછપરછ કરવામાં આવતા તેઓએ અમારા બાળકને શોધી રહ્યા હોવાનું જણાવતા પોલીસે તેઓને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. પોલીસ સ્ટેશને બાળકના માતા પિતાને લાવીને ચેતવણી આપી હતી. આ પછી કાગળ પર સહી લઈને બાળકને માતા પિતાને સોંપવામાં આવ્યું હતું. માતા-પિતા પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી પણ બાળકે ગોકુલને છોડવાની ના પાડી, પરંતુ માતાએ તેને સમજાવ્યું અને પુત્રને પોતાની સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન, સવારથી બાળકને ગળે વળગી રહેલા ગોકુલે ભારે હૈયે વિદાય આપી હતી. આ દ્રશ્યો જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને આ બાળકને સન્માનિત કરવા માટે કલ્લાકુરિચી ડીએસપી રમેશ અને મદદનીશ નિરીક્ષક બાલામુરુગને છોકરાની પ્રશંસા કરી અને તેને જીઓમેટ્રી બૉક્સ ખરીદ્યું અને સમાજ પ્રત્યેના તેના પ્રેમ બદલ અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/