fbpx
ગુજરાત

હાઈકોર્ટે એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને ૧ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો

ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા ૧ લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો. ગોળની એક્સપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જેથી ગોળની કિંમત તો માત્ર રૂપિયા ૧૩૦ હતી, પરંતુ વેપારીએ તેની કિંમત ૧ લાખથી વધુ ચૂકવવી પડી. એવું કહી શકાય છે કે ગાંધાનગરના ડીમ માર્ટના વેપારીને રૂપિયા ૧૩૦નો ગોળ ૧ લાખમાં પડી ગયો. ગ્રાહકે બગડેલા ગોળ બાબતે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. જાે કે બંને પક્ષોની દલીલ બાદ ગ્રાહકના પક્ષમાં ચુકાદો આવ્યો. જેમાં ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂ. ૧ લાખ ચૂકવવા આદેશ કરાયો છે. તેમાંથી ૫૦ ટકા રકમ ગ્રાહકને મળશે. આ ઉપરાંત ગોળની રૂપિયા ૧૩૦ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા પણ આદેશ કરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/