fbpx
ગુજરાત

રાજકોટમાં ખરાબ રસ્તાના કારણે વધુ એક યુવાનનું અકસ્માતમાં મોત, લોકોમાં ભારે રોષ

રાજકોટઃ શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હવે હાઇવે પર ખાડાનાં કારણે વધુ એકનું મોત થયું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો હતો. ખાડા અને હાઇવે પર રેતીના કારણે અકસ્માત સર્જાયો હતો. ખાડા અને રેતીના કારણે બાઈક પરથી કાબુ ગુમાવતા ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી.

સાવન હેમંતભાઈ ખાતરાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાન મૂળ લતીપર ગામનો વતની હતો. આમ રાજકોટનાં બિસ્માર રસ્તાને કારણે યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકના મોતને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જાેવા મળી રહી છે. ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના હાઇવે પર ખાડા અને રેતીની ભરમાર છે. તેમજ બેડી ચોકડીથી અમદાવાદ તરફ જવાનો હાઇવે પણ બિસ્માર હાલતમાં છે. ખાડાનાં કારણે લોકોનાં જીવ જઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/