fbpx
ગુજરાત

વડોદરામાં ૩૦ ટકા પગાર વધારાનો કર્મચારીઓએ હાથમાં લોલીપોપ સાથે વિરોધ કર્યો

રાજ્ય સરકારે ગઈકાલે ફિક્સ પગારના કર્મચારીઓને ૩૦ ટકા પગાર વધારાની જાહેરાત કરી હતી. જાેકે વડોદરામાં આજે તેનો વિરોધ જાેવા મળ્યો હતો અને સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી હતી. સરકાર સરકાર દ્વારા રાજ્યભરના લાખો ફિક્સ પગાર વેતન ધરાવતા કર્મચારીઓને ૩૦% નો પગાર વધારો જાહેર કર્યો હતો. વર્ગ ત્રણ અને વર્ગ ચાર ફિક્સ પગારના કર્મચારીઓમાં ૩૦ ટકા પગાર વધારાને લઈને ખુશી જાેવા મળી ન હતી. આજે નર્મદા ભુવન ખાતે અનેક કર્મચારીઓ લોલીપોપ, બેનર, પોસ્ટર અને સુત્રોચાર સાથે વિરોધ કરતા જાેવા મળ્યા હતા. સાથે રાજ્ય સરકારે તેમને લોલીપોપ આપી હોવાનું જણાવી રહ્યા છે.
આ કર્મચારીઓએ લોલીપોપ સાથે પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે, અમારી પહેલેથી એક જ માંગ છે કે ફિક્સ પગારનો વેતન ન હોવો જાેઈએ પરંતુ સમાન કામ સમાન વેતનનો પગાર તમામ કાયમી કર્મચારીઓને મળવો જાેઈએ. જાે આ માંગમાં યોગ્ય સમયમાં સરકાર તરફથી સહયોગ નહીં થાય તો રાજ્યમાં આંદોલનના મંડાણ થવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.જાણો સરકારે શું કરી હતી જાહેરાત.. જે જણાવીએ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત ૬૧,૫૬૦ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં ૩૦ % જેટલો વધારો કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.૧ લી ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી કરવામાં આવશે.
આ અંગે ઋષિકેશ પટેલે વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ ર્નિણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વ્યક્ત કર્યો હતો. આ ર્નિણયથી વર્ગ-૩ના ૪૪૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૮,૦૯૦ થી વધીને રૂ. ૪૯,૬૦૦ થશે. ઉપરાંત વર્ગ-૩ ના ૪૨૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૧,૩૪૦ થી વધીને રૂ. ૪૦,૮૦૦ થશે. વર્ગ-૩ ના ૨૪૦૦, ૨૦૦૦, ૧૯૦૦ અને ૧૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦ થી વધીને રૂ. ૨૬,૦૦૦ થશે. જ્યારે વર્ગ-૪ ના ૧૬૫૦,૧૪૦૦ અને ૧૩૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૬,૨૨૪ થી વધીને રૂ. ૨૧,૧૦૦ થશે. આ ર્નિણયથી રાજ્ય સરકારની તિજાેરી પર વાર્ષિક રૂ.૫૪૮.૬૪ કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/