fbpx
ગુજરાત

ફૂડ વિભાગે બાતમીના આધારે દહેગામની ખાનગી ડેરી પર કાર્યવાહી કરીદહેગામની ડેરીમાંથી ૧૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત

તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (ડ્ઢીॅટ્ઠિંદ્બીહં ર્ક ર્હ્ર્લઙ્ઘ ટ્ઠહઙ્ઘ ડ્ઢિેખ્તજ) દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ ડેરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ડેરીમાંથી ૧૪૦૦ કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના ફૂડ વિભાગે બાતમીના આધારે દહેગામમાં ખાનગી ડેરીમાં દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો અમદાવાદના કુબેરનગરની દ્વારકેશ ડેરી પ્રોડક્ટના માલિક બુધાભાઈ બારોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના ઘરે સમારકામ ચાલતુ હોવાથી દહેગામ ખાતે મિત્રની ડેરીમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દૂધ ક્રીમના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/