fbpx
ગુજરાત

બનાસકાંઠા વિસ્તારના સામાજિક-રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીશ્રીઓને તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા.

ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં જોડાવા લોકો સક્રિય થઈ રહ્યા છે.

            ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનઅગ્રણીશ્રીઓને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસમાં જોડાવા લોકો સક્રિય થઈ રહ્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા હોય કે અન્ય પાર્ટીમાં ગયા હોય એ પણ હવે જોડાઈ રહ્યા છે. ગુજરાતીઓની મુશ્કેલીમાં લોકો કોંગ્રેસ સાથે જોડાઈ મદદ કરે એ જરૂરી છે. આગેવાનો લોભલાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથીગુજરાતની પ્રજા સમજુ છે આ વખતે મતોનું વિભાજન નહી થાય અમે અહંકારી બની તમામ લોકસભા બેઠકો જીતવાનો દાવો નથી કરતા. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણીમાં ગુજરાતના પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક હશે. બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પૂર્વે મોટી સંખ્યામાં બનાસકાંઠા વિસ્તારના સહકારીસામાજિક અને પૂર્વ પદાધિકારીઓ હોદ્દેદારશ્રીઓ-આગેવાનો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી બળવંતભાઈ બારોટશ્રી મફાભાઈ કે. રબારીશ્રી કાનાજી ઠાકોરશ્રી કૈલાશદાન ગઢવીશ્રી મહાદેવભાઈ સોલંકીપૂર્વ તાલુકા પ્રમુખશ્રી પ્રભુજી રાજપૂતવશરામભાઈ ગલચરમગનભાઈ સોલંકી સહિત 70 થી વધુ અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમભાઈચારાસમાનતાના સિધ્ધાંતોથી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારપ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલપૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુપૂર્વ સાંસદ અને બનાસકાંઠા જીલ્લાના પ્રદેશ પ્રભારીશ્રી અલ્કાબેન ક્ષત્રિયપ્રદેશ ઉપપ્રમુખશ્રી દિનેશ ગઢવીપ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીમહામંત્રીશ્રી ઝાકીર ચૌહાણની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં સામાજીક-રાજકીય આગેવાનોએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/