fbpx
ગુજરાત

અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકાનાં ફીક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ મળીકર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરાઈ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ફીક્સ પગારના કર્મચારીઓને મોટી ભેટ આપતા પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગના ફીક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત બાદ હવે અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકાએ પણ પોતાના ફીક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારની જાહેરાત બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પણ પોતાના ફીક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ મનપાએ આપેલી માહિતી પ્રમાણે વર્ગ-૩ અને વર્ગ-૪ના ફીક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકામાં કાર્યરત કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ ઓક્ટોબર મહિનાથી મળશે. મહાનગર પાલિકાની જાહેરાત બાદ ફીક્સ પેના કર્મચારીઓને ૫ હજારથી લઈને ૧૦૦૦૦ જેટલ વધારો મળશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ વડોદરા મહાનગર પાલિકાએ પણ ફીક્સ પગારના વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મહાનગર પાલિકાએ માહિતી આપી છે કે ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે વડોદરા મનપામાં કામ કરતા ફીક્સ પેના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/