fbpx
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે સ્ર્ેંની સિરીઝમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ ક્ષેત્રે એમ ઓ યુ સંપન્ન

સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે સ્ર્ેં થયા – રૂ. ૭,૪૬૦ કરોડનું રોકાણ – ૪,૭૫૦ થી વધુ રોજગાર અવસરો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે સ્ર્ેંનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે.
રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા સ્ર્ેં વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ સ્ર્ેં રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ સ્ર્ેં આ સપ્તાહે યોજયેલી કડીમાં કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્?ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના સ્ર્ેં શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટસ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યા છે.
આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ સ્ર્ેં નિર્ણાયક બની રહેશે.
તદઅનુસાર, મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે.
સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેક્ટર સહિતના સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/