fbpx
ગુજરાત

સુરત જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યોમાંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો રોષ ઠાલવ્યો

લોકસભાની ચૂંટણી પહેલા સુરત જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમ સીમાએ બારડોલી તાલુકા કોંગ્રેસ બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને અને દક્ષિણ ગુજરાતના પ્રભારી યુનુષ પટેલને હટાવવાની માંગ કરી હતી. સુરત જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પક્ષથી નારાજ ચાલતા હોદ્દેદારો એક બાદ એક ખુલીને બહાર આવી રહ્યા છે, બે દિવસ પહેલા સરદાર નગરી બારડોલીના કોંગ્રેસ સમિતિના સંગઠનના હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા બાદ આજરોજ માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.

સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. એક સમયે સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાંથી નેસ્ત નાબૂદ થઇ ચુક્યો છે. વિધાનસભાની ચૂંટણીની વાત હોઈ કે પછી સ્થાનિક સ્વરાજ્યની કોંગ્રેસનું પ્રદર્શન નાલેસી જનક રહ્યું છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંડ એકાદ બે બેઠકો કોંગ્રેસ જીતી ચુક્યા છે. સુરત જિલ્લા પ્રમુખ દ્વારા હોદ્દેદારોની વરણીમા પણ પક્ષપાત કરવામાં આવ્યો છે. માંગરોળ વિધાનસભા વિસ્તારમા વસાવા અને મુસ્લિમ સમાજને બહુલ વસ્તી હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવે છે, જેને લઇ માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનહર પટેલ તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યુનુષ પટેલને હોદ્દા પરથી હટાવા માંગ કરી છે, બારડોલી તાલુકા કોંગ્રેસ બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસ પણ માંગ કરી રહ્યું છે. સુરત જિલ્લા પ્રમુખ મનહર પટેલે બારડોલી અને માંગરોળ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી નાખ્યા છે. જે હોદ્દેદારો વિરોધ કરી રહ્યા છે તેઓનો વિરોધ પાયા વિહોણો છે. કોંગ્રેસ પક્ષની જે હાલત છે તે હોદ્દેદારોના કારણે છે. કોઈ પણ કાર્યક્રમ હોઈ હોદ્દેદારોને વારંવાર ટેલિફોનિક તેમજ મેસેજ દ્વારા જાણ કરવા છતાં કાર્યકમમાં ગેરહાજર રહે છે. પાર્ટી દ્વારા સોંપવામાં આવતા કામની જવાબદારી પણ નિભાવતા નથી અને જેને લઇ કોંગ્રેસને મજબૂત બનાવા માટે જુના હોદ્દેદારોને હટાવી નવાની નિમણુંક કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/