fbpx
ગુજરાત

રાજ્યમાં બેવડી ઋતુની અસર, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યોશિયાળામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મગફળીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. દ્વારકામાં આજે બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના જામ દેવળિયા, સણોસરી, ટંકારીયા અને દેવળિયા અનેક ગામડાઓમાં માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. શિયાળામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. એટલું જ નહીં, શિયાળુ પાકની વાવણી બાદ ખેડૂતોની નજર સામેનો પાક વરસાદમાં ધોવાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ ૧૫ દિવસ મિશ્ર ઋતુ જાેવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જાેવી પડશે. હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ ૧૫ દિવસ શિયાળાની રાહ જાેવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે.

બપોરનાસમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે. હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી. આવામાં હવામાન વિભાગના એક્સપર્ટસ ખેડૂતોને સલાહ આપી રહ્યાં છે કે, સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલુ વાવેતર કરવામાં આવતુ હોય છે. જે ન કરવું જાેઈે. યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવુ યોગ્ય રહેશે. જેથી પાકનો ઉગાવો સારો આવે. આવુ કરવાથી પાકને નુકસાન પણ થતુ નથી. આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. ૨૮મી ઓક્ટોબરથી ૩ નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. ૨૮ ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે.

ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ ૨૮ તારીખથી પણ ગભરાવવાનું નથી. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ૨૨ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ૫ મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન ૭ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. ૨૬ ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જાે પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/