fbpx
ગુજરાત

બાકરોલના નિરંજન સ્વામીનાં વિવાદાસ્પદ પ્રવચનથી ફરી ખળભળાટપોતાના ગુરુને મોટા દેખાડવા સનાતન ધર્મને આડે હાથ લઈને બફાટ કર્યો

રાજ્યમાં હજું સનાતન ધર્મને લઈની ચાલી રહેલો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદિત નિવેદન આપીને સનાતન ધર્મને લઈને બફાટ કર્યો છે. બાકરોલના નિરંજન સ્વામીએ બફાટ કરી પોતાના ગુરુને હિન્દુ દેવતાઓથી મહાન ગણાવ્યા છે. નિરંજન સ્વામીના બફાટથી સાધુ-સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો વાણી વિલાસ યથાવત રહ્યો છે. પોતાના ગુરુને મોટા દેખાડવા સનાતન ધર્મને આડે હાથ લઈને બફાટ કર્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોઘમ પરીવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરવા આ વિવાદિત નિવેદન આપ્યું છે.

બાકરોલના નિરંજન સ્વામીએ જણાવ્યું હતું કે પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝુરતા હોય છે અને એમના દર્શન કરીને આનંદ-પુલકીત થાય તેવું નિવેદન આપી દેવતાઓનું અપમાન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદિત નિવેદન બાદ મહંત જ્યોતિનાથ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે બફાટ કર્યો તે અસહ્ય છે. બોલનાર અને સંભાળનાર બને પાપી છે. સનાતન ધર્મને હાનિ કરી તમે શું સાબિત કરો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝગડા પહેલા પુરા કરો. સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જાેઈએ. આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મિટિંગ બાદ નક્કી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/