fbpx
ગુજરાત

બોટાદમાં પકા શેઠની વાડી વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપાયુંબે રૂપલલનાઓ સહિત ૮ ગ્રાહકો મળ્યા, એક ગ્રાહકના ૧૦૦૦ રૂપિયા લેવામાં આવતા હતા

બોટાદ પોલીસે શહેરમાં આવેલ પકા શેઠની વાડી વિસ્તારમાં રેડ કરી રહેણાંક મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમ્યાન દેહવ્યાપાર કરાવતી બે મહિલા અને આઠ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી કાર, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ. ૧૦૫૭૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આઠ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગઈકાલે (શુક્રવાર) સાંજના સમયે ડમી ગ્રાહક મોકલી રેડ કરી શહેરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

બોટાદ પોલીસે કરેલ રેડ દરમ્યાન બે દેહવ્યાપાર કરાવતી બે રુપલલનાઓ તેમજ આઠ ગ્રાહકો મળીઆવતા કાર્યવાહી હાથ ધરી હતી. બોટાદ શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંનાભાઈ જાેગરાણા તેઓ પોતાના રહેણાંકી મકાનમાં બહારથી રૂપલલાઓને બોલાવી દેહવ્યાપાર કરતા હોવાની બોટાદ પોલીસને બાતમી મળી હતી. જે બાબતે બોટાદ પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંનાભાઈ જાેગરાણાના રહેણાંકી મકાનમાં મોકલેલ અને ત્યારબાદ પોલીસ મકાનમાં રેડ કરી હતી. તે દરમ્યાન મકાનના બંને રૂમમાંથી બે મહિલાઓ તેમજ આઠ લોકો મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા બંને મહિલાઓ સુરતની હોવાનું તેમજ તેને દેહવ્યાપાર માટે બોલાવેલ અને એક ગ્રાહકના ૧૦૦૦ રૂપિયા લેવામાં આવતા હતા જેમાં ૫૦૦ રૂપિયા મહિલાના અને ૫૦૦ મુંનાભાઈ જાેગરાણા રાખતો હોવાનું પોલીસને મુંનાભાઈ જાેગરાણાએ જણાવ્યું હતું. બોટાદના પકાશેઠ ની વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ચાલતું કુટણખાના પર પોલીસે રેડ કરેલ જે દરમ્યાન સુરતની બે રુપલલનાઓ તેમજ ૮ ગ્રાહકો મળી આવતા પોલીસે મોબાઈલ ફોન, કાર, બાઈક મળી કુલ રૂ. ૧૦૫૭૭૨૦ નો મુદ્દામાલ કબજે કરી ૮ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/