fbpx
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના જિલ્લાઓમાં તૈનાત ઓફિસરોના વલણ પર નારાજગી વ્યક્ત કરીકલેક્ટર અને પોલીસ કમિશનર પોતાને ભગવાન અને રાજાની જેમ વર્તે છે, રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના કરો : હાઈકોર્ટ

અમદાવાદમાં બનેલ ઓગણજ લૂંટ અને બહુચર્ચિત તોડકાંસ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓફિસરોના વલણ પર કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે પોલીસ કર્મીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જાહેર હેલ્પલાઈન નંબરના પ્રચાર પ્રસારની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જિલ્લાધિકારી (કલેક્ટર) અને પોલીસ કમિશનર (સીપી) જેવા અધિકારીઓ જાણે કે ભગવાનની જેમ વર્તે છે. હાઈકોર્ટે કહ્યુંક ે, સામાન્ય નાગરિકોના પહોંચથી તેઓ દૂર છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પી મયીની બેન્ચે સરકારને સૂચનો કર્યા કે, સરકાર દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ કેન્દ્ર અને હેલ્પલાઈન નંબર વિશે જનતાના સ્પષ્ટ રીતે માહિતી આપો. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કહ્યું કે, શું તમે આશા રાખો છો કે એક સામાન્ય નાગરિક તમારા ઓફિસની બહાર ઉભો રહેશે. તેને ફરિયાદ કેન્દ્રમાં પ્રવેશ કરવાની પરમિશન કોણ આપશે. તમારા કલેક્ટર અને પોલીસ કમિશનર ભગવાનની જેમ, રાજાની જેમ વર્તે છે. અમને કંઈ પણ કહેવા માટે ઉશ્કેરણી ન કરો, આ જમીની હકીકત છે.

કોર્ટે પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનરને આ કેસમાં દોષિત પોલીસ કર્મીઓની સામે ફરિયાદ દાખલ કરવા અને નાગરિકો માટે એક હેલ્પલાઈન નંબર અને ફરિયાદ કેન્દ્ર બનાવવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છેક ે, સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓ મોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને અગાઉ અણદાવાદ પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માંગ્યો હતો.ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે આ બાબતનો ફાયદો ઉઠાવીને એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. અંતે ૬૦ હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી છ્‌સ્માંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/