fbpx
ગુજરાત

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા ૧૭૫ મો શતામૃત મહોત્સવ યોજાશેએકસાથે ૧ લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું ૧૦ વિઘા જમીનમાં વિશાળ ભોજનાલય બનાવાયું

સાળંગપુર શતામૃત મહોત્સવમાં દરરોજ એકસાથે ૧ લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું ૧૦ વિઘા જમીનમાં વિશાળ ભોજનાલયને આખરી ઓપ અપાયો છે. અીહં ભક્તોને દરરોજ મિષ્ઠાન્ન સહિત શાક, રોટલીનું ભોજન કરાવાશે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત ૧૭૫ માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ ૧ લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા ૧૭૫ મો શતામૃત મહોત્સવ યોજાનાર છે ત્યારે લાખોની સંખ્યામાં દાદાના ભક્તો દર્શને આવનાર છે.

તે દરેક ભક્તોને એકદમ નિશુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે એ માટે ભોજનાલય બનાવવામાં આવ્યું છે. ૧૦ વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયારી થઈ ગયું છે. અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં ફૈંઁ, ફફૈંઁ અને જનરલ વિભાગ બનાવાયા છે. રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને ૧૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેનાર છે.

મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે ૯ઃ૦૦ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી તેમજ સાંજે ૫ઃ૦૦ વાગ્યા થી રાતના ૦૯ઃ૦૦ વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે. અંદાજે આખા મહોત્સવ દરમિયાન ૪૦ લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટેની વ્યવસ્થા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી છે .તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે બાબતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સુખદેવ સ્વામીએ મીડીયાને વિસ્તૃત માહિતી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/