fbpx
ગુજરાત

“જલ હૈ તો કલ હૈ” ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નાના સખપુર ગામે સરોવરનું ખાતમુર્હત

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નાના સખપુર ગામે સરોવરનું ખાતમુર્હત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનમાં ૧૧,૧૧૧ ના સંકલ્પ સાથે ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે, ગામ લોકોના તેમજ દાતાશ્રીઓના સહયોગથી આ ગામના પાદરમાં સ્મશાનની બાજુમાં એક વિશાળ અને સુંદર સરોવર બનાવવાનું આયોજન ગામ લોકોએ કરેલ હતું. આ સરોવર ની અંદર અંદાજિત ૮ થી ૧૦ કરોડના ખર્ચે તૈયાર થાય એવું સરોવર બનાવાનું પ્લાનિંગ કરેલ છે તો એ સરોવરના ખાતમુર્હતનું આયોજન સખપુર ગામે રાખેલ હતું આ કાર્યક્રમની અંદર જિલ્લાના ભાજપના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકીય આગેવાન ગણેશભાઈ જાડેજા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા, ગીરીરાજ હોસ્પિટલ રમેશભાઈ ઠક્કર, જ્યોતીરાજ દીત્યસિંહ જાડેજા, રાજુભાઈ ડાંગર (જીલ્લા પંચાયત ઉપપ્રમુખ), બાવભાઈ ટોળીયા (ભાજપ અગ્રણી), રવજીભાઈ રામાણી, રામજીભાઈ મકવાણા, અરજણભાઈ ગજેરા ઉપરાંત ઘણા બધા વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા એ વચન આપ્યું છે કે આ સરોવર બનાવવા માટે જે કાઢયો બનાવવામાં આવે તે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક કરાવી આપવાનો પ્રયત્ન કરશે. તેમજ આ સરોવર બનાવવા માટે વધારે દાન ભેગું કરવા માટે રાજવીય પરિવારના સુપુત્ર શ્રી તેમજ રાજકીય આગેવાન ગણેશભાઈ જાડેજા એ પણ સરસ મજાનું આહવાન કરી અને દાન માટે ગોંડલમાં ક્યારે પણ ન થયો હોય એવા એક ડાયરા નું આયોજન નાના સખપુર ગામે કરી અને આ સરોવર માટે વધારેમાં વધારે દાન ભેગું થાય તેનો પ્રયત્ન કરશે તેમજ ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા એ દરેક લોકો એની સાથે જોડાય અને ગામનો સહકાર મળે અને વધારેમાં વધારે લોકો આર્થિક સહયોગ કરે એના માટેનું માર્ગદર્શન આપ્યું હતું દિલીપભાઈ નું કેહેવું હતું કે ગામની અંદર સમાજ, ગેટ, ચબુતરા, મંદિરો, સપ્તાહ અને કથા જેવા આયોજન થઈ રહ્યા છે. એની સાથે-સાથે જો ચેકડેમમાં પણ લોક ભાગીદારીથી કામ થાય તો ચોક્કસ પાણીના સ્તર ઉંચા આવશે અને ગામડા માં પાણી હશે તો ગામડું, ખેડૂત અને ખેતી અને દેશનો વિકાસ થશે. તેમ જ ઘણા બધા આગેવાનો પણ હાજર રહ્યા હતા અને બધા સાથે મળી અને ડેમનું ખાતમુર્હત પણ કરેલ હતું આ કાર્યક્રમને

સફળતા માટે ગામના આગેવાનોશ્રી સુરેશભાઈ દેશાઈ, જેન્તીભાઈ બુંહા, જેન્તીભાઈ ઠુંમર, રમેશભાઈ માંડણકા, રાજેશભાઈ બુંહા,સંજયભાઈ બુંહા, લલીતભાઈ વગેરેઓ દ્વારા કાર્યક્રમને સારી રીતે તૈયાર કરેલું હતું. તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી

દિલીપભાઈ સખિયા તથા રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, વિઠ્ઠલભાઈ બાલધા, માધવભાઈ પાંભર,જમનભાઈ કાલરીયા, ભરતભાઈ પાંભર હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/