fbpx
ગુજરાત

વર્લ્ડ કપ ફાઈનલની ચાલું મેચમાં પેલેસ્ટાઈન સમર્થક યુવાન દોડી આવ્યોઅમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વિદેશી યુવક સામે ફરિયાદ દાખલ કરાઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલની સૂરક્ષામાં મોટી ચૂક જાેવા મળી. ચાલુ મેચ દરમિયાન એક શખ્સ ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો. ક્રિજ પર કોહલી અને રાહુલ રમી રહ્યા હતા તે દરમિયાન ક્રિકેટર્સની સુરક્ષામાં મોટી ચૂક જાેવા મળી હતી. એક વ્યક્તિ અચાનક ચાલું મેચ દરમિયાન વચ્ચે કોહલીને મળવા આવી ગયો હતો. લાખો લોકોને વચ્ચે આ શખ્સે ઈઝરાયેલ પેલેસ્ટાઈન વોરમાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યુ હતું. તે પેલેસ્ટાઈન ધ્વજ સાથે આવી પહોંચ્યો હતો. આ બાદ સિક્યુરિટી ટીમ દોડતી થઈ હતી.

આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ગ્રાઉન્ડમાં બળજબરી પ્રવેશ કરવાના વિદેશી યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ગેરકાયદેસર રીતે વિરાટ કોહલી સુધી આ યુવક પહોંચ્યો હતો. તેની ઓળખ ઓસ્ટ્રેલિયાના વેન જાેનશન તરીકે હોવાનું સામે આવ્યું છે. તે મેદાનમાં પ્રવેશી વિરાટ કોહલીને ગળે લાગ્યો હતો. તેણે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાથી આવું કર્યું હોવાનું તપાસમાં જણાવ્યું છે. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને લઈને કોઈ ઉલ્લે નથી. ટીશર્ટ પર જીર્ંॅ મ્ર્દ્બહ્વૈહખ્ત ઁટ્ઠઙ્મીજંૈહી લખેલું હતું. ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ભારતીય ઈનિંગ દરમિયાન ૧૪મી ઓવરના ત્રીજા બોલ બાદ બની હતી. વિશ્વ કપની ફાઈનલ મેચમાં લાખોની સંખ્યામાં હાજરી વચ્યે એક યુવક ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો. કોહલી અને રાહુલ રમી રહ્યા હતા ત્યારે તે કોહલી પાસે આવી ગયો હતો.

આ યુવકની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે જ ક્રિકેટરોની સુરક્ષામાં મોટી ચૂકને લઈને સોશિયલ મીડિયા પર ઘણા નિવેદનો આવ્યા હતા. ફિલિસ્તીન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. આ ફેન દોડીને સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જાેઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/