fbpx
ગુજરાત

લગ્નસરાની સીઝનમાં દેશમાં ૩૮ લાખ લગ્ન થવાનો અંદાજ૨૩ નવેમ્બરે દેવઉઠી એકાદશીના દિવસથી સીઝન શરૂ, લગ્ન માટે ૧૧ દિવસના મુહર્ત

સતત મંદીના માહોલમાં રહેલા માર્કેટને લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે. દેવ ઉઠી અગીયારસથી શરૂ થતી લગ્નસરાની સીઝનમાં દેશમાં ૩૮ લાખ લગ્ન થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ગત વર્ષે દેશમાં કુલ ૩૨ લાખની વધારે લગ્ન થયા હતા. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં આ માહિતી સામે આવી છે. વિશ્વમાં ફેલાયેલ કોરોનાએ આરોગ્ય ક્ષેત્રને હચમચાવી નાખ્યું હતું. કોરોનાથી બચાવ માટે સરકારે અનેક કડક પગલાં લેવાની જરૂર પડી. જે પૈકીનું સૌથી મોટુ પગલું લોકડાઉન હતું. લોકડાઉનથી લોકો કોરોનાથી બચી શક્યા પણ તેમની આર્થિક કમર તૂટી પડી, અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા. જાેકો કોરોના મહામારી ન રહેતાં અને સરકારે કેટલીક રાહતો આપતાં વેપાર ઉદ્યોગ ફરી પાટા પર આવ્યા. પણ ક્યાંય તેજી જાેવા મળતી ન હતી. કોરોના કાળથી મંદીમાં રહેલા માર્કેટને ચાલુ વર્ષના લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે.

કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વે પ્રમાણે ચાલુ વર્ષે દેશમાં લગભગ ૩૮ લાખ લગ્ન થવાની આશા સેવાઇ રહી છે. જેના થકી ચાર કરોડ ૭૫ લાખ કરોડનો વ્યવસાય થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે ગત વર્ષે ૩૨ લાખ લગ્નો થયા હતા અને ત્રણ કરોડ ૭૫ લાખનો વ્યવસાય થયો હતો. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં દેશના ૩૦ મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં એક સકારાત્મક વાત સામે આવી કે કોરોના બાદ પ્રથમ વાર દિવાળીના તહેવારમાં તેજી જાેવા મળી.. લોકોએ દિલ ખોલીને ખરીદી કરી અને બજારમાં રોનક જાેવા મળી જેના આધારે લગ્નસરાની સીઝન સારી રહેવાની અપેક્ષા સેવાઇ રહી છે. સામાન્ય વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે લગ્નની મુહુર્ત વધારે હોવાથી લગ્નો વધારે થવાનુ મનાઇ રહ્યુ છે…

ધાર્મીક વિધી સાથે સંકળાયેલા હરેશ જાેષીના કહેવા પ્રમાણે દેવ ઉઠી અગીયારસ થી માંડી અખાત્રીજ સુધી કુલ ૪૪ લગ્નના મુહુર્ત છે જેમાં ધનાર્ક , મીનાર્ક અને હોળાષ્ટક ત્રણ કમુહુર્તા બાદ કરતાં પણ સરા મુહુર્ત હોવાથી લગ્નોનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે કમુહુર્તામાં લગ્ન કરતાં એનઆરઆઇને પણ ચાલુ વર્ષે લગ્નના મુહુર્ત મળશે . લગ્નસરાની સારી સીઝનની અસર અત્યારથી જાેવા મળી રહી છે. શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટ અત્યાર થી બુક થયેલા જાેવા મળે છે. જેમાં એવરેજ પાર્ટી પ્લોટ અને બેંક વેટ થી માંડી પ્રીમીયમ પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/