fbpx
ગુજરાત

બે વ્યાજખોરો અને વેવાઈ પક્ષના ચાર શખ્સોના ત્રાસથી કંટાળી નિવૃત વન કર્મચારીનો આપઘાત

વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી છાતીમાં ગોળી મારી દીધીસુસાઈડ નોટનાં આધારે પત્નીએ વ્યાજખોરો અને વેવાઈ પક્ષના ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવીતાલાલાના નિવૃત વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી આપઘાત કરી લેતા ચકચાર પ્રસરી છે. મૃતક વનકર્મીએ વનકર્મીએ બે વ્યાજખોરોના તથા વેવાઈ પક્ષના ચાર શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાની સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે મૃતકની પત્નીએ વ્યાજખોરો અને વેવાઈ પક્ષના ચાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલાલા ગીર પંથકમાં ચકચાર મચાવતી ઘટનાની પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર ગામના વતની અને હાલ તાલાલા ગીર રહેતા નિવૃત્ત ફોરેસ્ટર અબ્દુલહમીદ ઉમરભાઈ બ્લોચ ઉ.વ.૬૮ બુધવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર આંબળાશ ગીર ગામે જઈ તેમના જુના મકાનમાં પોતાની લાઈસન્સ વાળી બંદુકમાંથી ગળાના નીચેના ભાગે ડાબી બાજુની છાતી ઉપર ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક અબ્દુલહમીદએ લખેલી એક સુસાઈડ નોટ અને હિસાબની ચિઠ્ઠી પોલીસને મળી આવી હતી. જેને લઈ મૃતકના પરીવારજનોના નિવેદનો લઈ તપાસ આગળ વધારી હતી. આ મામલે મૃતકની પત્ની રોશનબેન બ્લોચે વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના ચાર ઈસમો વિરૂધ્ધ તાલાલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવેલ કે, મારા પતિ અબ્દુલભાઈ બ્લોચએ માલજીંજવા ગામના નારણભાઇ ગોવીંદભાઇ સોલંકી તથા રમેશભાઇ ગોવીંદભાઇ સોલંકી પાસે થી રૂ.૪ લાખ વ્યાજે લીધેલ હતા જેની સામે વ્યાજ સહીત રૂ.૧૩ લાખની રકમ ચુકવી દીધેલ હોવા છતાં વધુ ચક્રવૃધ્ધી માંગણી કરી અમારૂ મકાન નારણભાઈ એ બળજબરીથી તેના દિકરા ગોપાલના નામે કરાવી લીધેલ અને તેમજ મારા પુત્ર અફજલની બે બુલેટ મોટર સાયકલ પણ તેઓએ રાખી લીધી છે.

આટલું લઈ લીધા પછી પણ બંન્ને વ્યાજખોરો રૂબરૂ તથા ફોનમા વધુ રકમની અવાર નવાર ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી મારા પતિ માનસીક ટેન્શનમાં રહેતા હતા. વધુમાં તેના પુત્ર યકીનના લગ્ન બાદ તેની પત્ની ત્રણેક માસ સાથે રહ્યા બાદ બંન્ને રાજકોટ રહેવા ગયા હતા. જ્યાં બંન્ને વચ્ચે ઝગડો થતા તેમની પુત્રવધુ આફરીનને તેના બાપુજી ફીરોજભાઇ બ્લોચ, માતા રૂકશાનાબેન, મોટાબાપુજી અબ્બાસભાઇ બ્લોચ તથા ફઇ રૂકશાનાબેન બ્લોચ કરીયાવરનો સામાન સાથે પોતાના ઘરે લઇ ગયેલ બાદ આજદીન સુધી અમારી પૌત્રી અનાયાને પણ અમોને કોઇને મળવા દેતા ન હતા. આ લોકોના માનસીક ત્રાસના કારણે મારા પતિ ત્રાસમાં રહેતા હતા. ઉપરોકત બંન્ને કારણોસર મારા પતિ અબ્દુલભાઈ બ્લોચએ આપઘાત કરી લીધેલ છે. આ વિગતોના આધારે તાલાલા પોલીસે માલજીંજવાના નારણ ગોવીંદ સોલંકી અને રમેશ ગોવીંદ સોલંકી તથા વેવાઈ પક્ષના ફિરોઝભાઈ, રૂકશાનાબેન, અબ્બાસભાઈ ત્રણેય રહે.ભાણવડ તથા રૂકશાનાબેન બસીરભાઈ રહે.તાલાલા વાળા સામે વ્યાજખોરી ની કલમ ૪૦, ૪૨(ઙ્ઘ), તેમજ ૈંઁઝ્ર ૩૦૬, ૩૮૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/