fbpx
ગુજરાત

ધાર્મિક કાર્યક્રમ માટે બુક કરવામાં આવેલી ટ્રેનમાં ૯૦ મુસાફરોને ઝાડા-ઉલટી શરુ થતાં દોડધામઅધિકારીના જણાવ્યા અનુસાર પેસેન્જર ગ્રૂપ દ્વારા ભોજન ખાનગી રીતે ખરીદવામાં આવ્યું હતું

ભારતીય રેલવેમાં પીરસવામાં આવતા ફૂડને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ચેન્નાઈથી ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગના કારણે ૯૦ મુસાફરો બીમાર પડ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રેલવે પેસેન્જર ગ્રૂપ દ્વારા ભોજન ખાનગી રીતે ખરીદવામાં આવ્યું હતું અને રેલવે અથવા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (ૈંઇઝ્ર્‌ઝ્ર) દ્વારા સપ્લાય કરવામાં આવ્યું ન હતું.

તેમણે કહ્યું કે મુસાફરો દ્વારા ખાવામાં આવતો ખોરાક પેન્ટ્રી કારમાં તૈયાર કરવામાં આવ્યો હતો. બુધવારે (૨૯ નવેમ્બર) સોલાપુર અને પુણે વચ્ચેના કોચમાં લગભગ ૮૦ થી ૯૦ મુસાફરોએ ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી. અધિકારીએ કહ્યું કે મુસાફરોએ ઉબકા, ઝાડા અને માથાનો દુખાવોની ફરિયાદ હતી. તેમણે કહ્યું કે પૂણે સ્ટેશન પર ડોક્ટરોની ટીમે તમામ મુસાફરોની સંભાળ લીધી અને તેમને સારવાર આપી હતી. લગભગ ૫૦ મિનિટ પછી ટ્રેનને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે તમામ મુસાફરોની હાલત હાલ સ્થિર છે.

રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ખાનગી કંપની આ સેવાનું સંચાલન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય કંપની વિરુદ્ધ કાર્યવાહી કરશે. જાણવા મળી રહ્યું છે કે, આ સ્પેશિયલ ટ્રેન ચેન્નાઈથી ગુજરાત જઈ રહી હતી. મુસાફરોની તબિયત અચાનક બગડવાના કારણે ટ્રેનને ૨૯ નવેમ્બરે પુણે સ્ટેશન પર રોકવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાતના પાલિતાણામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમ માટે ભારત ગૌરવ ટ્રેન ખાસ બુક કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશન પર ડૉક્ટરોએ તમામ મુસાફરોને જરૂરી સારવાર પૂરી પાડી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેન ૫૦ મિનિટના વિલંબ પછી ફરી શરૂ થઈ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/