રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળાને હાર્ટઍટેક આવ્યો
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના બીજેપી ધારાસભ્યને હાર્ટ એટેક આવ્યો છે. ગુજરાત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તે સમયે અચાનક તેમની તબિયત લથળી હતી. ત્યારબાદ તેઓ ડોક્ટર પાસે સારવાર માટે ગયા હતા, જ્યાં તબીબી નિદાનમાં હળવો એટેક આવ્યાનું સામે આવ્યું છે. હાર્ટ એટેક આવતા જરૂરી મેડિકલ ચેકઅપ કરાયું હતું. હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે અને જરૂરી મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે.
Recent Comments