fbpx
ગુજરાત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, પણ વરસાદ તો પડશે જ : અંબાલાલ પટેલઆવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરી

મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા. કારણ કે, આખું ડિસેમ્બર હવે કમોસમી વરસાદ ધમરોળશે. ડિસેમ્બર માવઠાનો રહેશે.અંબાલાલે ડિસેમ્બર મહિનાનું આખુ લિસ્ટ આપ્યું છે, જેમાં તારીખો સાથે આગાહી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે.

૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર ૨૨ અને ૨૩ ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે.

ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જાેવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં ૧૨ અને ૧૩ ડિસેમ્બરના હલચલ જાેવા મળશે. આ સાથે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે. હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૦ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જાેવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જાેવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/