fbpx
ગુજરાત

અડાલજ ગામની સીમમાં આવેલ મકાનમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીવૃદ્ધે બુમાબુમ કરી મુકતા ચોર ઉભી પૂંછડીએ નાસી છૂટ્યા

ગાંધીનગરનાં અડાલજ ગામની સીમમાં આવેલ મકાનમાં ચડ્ડી બનિયનધારી ગેંગ દરવાજાે તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અચાનક અવાજ સાંભળીને પત્નીના કહેવાથી જાગીને વૃદ્ધે ચોરોને જાેઈને બુમાબુમ કરી મુકી હતી. જેનાં પગલે ચોરો ઉભી પૂંછડીએ નાસી ગયા હતા. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરનાં અડાલજ ગામની સીમ રામદેવપીર મંદિરની સામે સર્વે નંબર – ૯૬૫ ખાતે રહેતા રાકેશકુમાર પ્રતાપસિંહ પચૌરી પત્ની સાથે નિવૃત જીવન ગુજારે છે.

ગત તા. ચોથી ડિસેમ્બરની રાતે વૃદ્ધ દંપતી પોતાના રૂમમાં સૂઇ ગયા હતા. જ્યારે તેમનો કેર ટેકર નરેન્દ્રસિંહ રાજપુત અને તેની પત્ની ઉષા ઉપરના માળે સુતા હતા. ત્યારે મધરાતે ઘરની બહારની બાજુએથી કોઈ અવાજ આવતો હોવાની જાણ પત્નીએ કરતાં રાકેશકુમારે રૂમની લાઈટ ચાલુ કરી બહાર નિકળ્યા હતા. ઘરના મેઇન ગેટમાં ત્રણ શખ્સો ચડ્ડી પહેરેલ હાલત હતા અને જે ત્રણેય શરીરે મજબુત બાંધાના હતા. જાે કે અંધારું હોવાથી તેઓના મોઢા દેખાતા ન હતા.

આ ત્રણેય જણા જાેરજાેરથી દરવાજાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આથી ઘરમાં ચોરો આવ્યા હોવાના પગલે રાકેશકુમારે બુમાબુમ કરી મુકી હતી. જેથી ત્રણેય જણાં ઘરની પાછળની બાજુથી ભાગી હતા હતા. ત્યારબાદ કેર-ટેકર નરેન્દ્રસિંહ રાજપુત તથા તેની પત્નીને નીચે આવ્યા હતા. ઘરની બધી લાઈટો ચાલુ કરી તપાસ કરતા, ચોરોએ ઘરે આવીને પહેલા ઉપરના માળે જઇ કેરટેકરના રૂમનો દરવાજાે બહારથી બંધ કરી દીધો હતો.

બાદમાં ઘરની બાજુમાં આવેલ ઓરડીમાંથી દરવાજાે તોડવા સારુ બગીચાના ઓજારો લઇ મકાનની આગળના ભાગે લગાવેલ કેમેરાને ફેરવી દીધા હતા. અને ઓસરીની પ્રથમ લોખંડની જાળી બેન્ડ કરી પ્રવેશ કરી ઘરના મેઇન ગેટના સેફટી ગેટ તથા જાળીને તોડીને મેઇન ગેટ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ અરસામાં રાકેશકુમારે બુમાબુમ કરતા ત્રણેય નાસી ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/