fbpx
ગુજરાત

૨૦૨૫ સુધીમાં કોન્ડોમનું બજાર વધીને ૩ અબજ ૭૦ કરોડ રૂપિયા થઈ જશેસરકાર દ્વારા વિતરિત કોન્ડોમનો ઉપયોગ કરવામાં ઉત્તર પ્રદેશ મોખરેવૈશ્વિક બજારનો માત્ર ૪૪ ટકા હિસ્સો ઈન્ડો-પેસિફિકમાં હશે

સમગ્ર વિશ્વમાં કોન્ડોમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને ૨૦૨૫ સુધીમાં કોન્ડોમનું બજાર વધીને ૩ અબજ ૭૦ કરોડ રૂપિયા થઈ જશે. ગ્લોબલ ટેક્નોલોજી રિસર્ચ અને એડવાઈઝરી ફર્મ ટેકનાવિયોએ સંયુક્ત રીતે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં એવું કહેવાય છે કે જાતીય રોગો પ્રત્યે લોકોની વધતી જાગૃતિને કારણે વૈશ્વિક કોન્ડોમ માર્કેટમાં વધારો થશે અને ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક કોન્ડોમ માર્કેટ વધીને ૩.૭૦ અબજ યુએસ ડોલર થવાની ધારણા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક બજારનો માત્ર ૪૪ ટકા હિસ્સો ઈન્ડો-પેસિફિકમાં હશે. જેમાં ભારત, ચીન અને જાપાન જેવા દેશો સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એવા દેશોમાં હશે જ્યાં લોકો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરશે. કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના કુટુંબ નિયોજન પગલાં પર ભાર આપી રહી છે,

ત્યારે હવે સરકારી ડેટા બહાર આવ્યા છે, જે દર્શાવે છે કે કુટુંબ નિયોજન માપદંડ તરીકે સરકાર દ્વારા વિતરિત કોન્ડોમનો ઉપયોગ કરવામાં ઉત્તર પ્રદેશ મોખરે છે. આ રાજ્ય પછી રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ કોન્ડોમ વિતરણમાં અગ્રણી રાજ્યો બની ગયા છે. આ આંકડો ૨૦૨૧-૨૨નો છે, જ્યારે દેશભરમાં ૩૩.૭૦ કરોડ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, મહામારી હોવા છતાં ૨૦૨૦-૨૧ની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં કોન્ડોમના વિતરણમાં ૭.૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે.

” હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (ૐસ્ૈંજી ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨) અનુસાર ૨૦૧૮-૧૯માં ૩૪.૪૪ કરોડ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી ૨૦૧૯-૨૦માં ૩૨.૦૧ કરોડ, ૨૦૨૦-૨૧માં ૩૧.૪૫ કરોડ અને ૨૦૨૧-૨૨માં ૩૩.૭૦ કરોડ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડેટા અનુસાર, ટોચના ૧૦ રાજ્યોમાં પ્રથમ ઉત્તર પ્રદેશ (૫.૨ કરોડ), ત્યારબાદ રાજસ્થાન (૩.૭ કરોડ), આંધ્ર પ્રદેશ (૩.૦ કરોડ), પશ્ચિમ બંગાળ (૨.૮ કરોડ), ગુજરાત (૨.૩ કરોડ), મધ્યપ્રદેશ (૨.૩) આવે છે. મહારાષ્ટ્ર (૨.૦ કરોડ), પંજાબ (૨.૦ કરોડ), કર્ણાટક (૧.૬ કરોડ) અને ઝારખંડ (૧.૫ કરોડ) કોન્ડોમનો ઉપયોગ કરે છે.

૧૯૫૨માં ભારત કુટુંબ નિયોજન માટે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરનાર વિશ્વમાં પ્રથમ હતું. ૨૦૦૦ માં રજૂ કરાયેલ રાષ્ટ્રીય વસ્તી નીતિ (દ્ગઁઁ) એ વસ્તી સ્થિરીકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે માત્ર પ્રજનનક્ષમતા ઘટાડવામાં મદદ કરી નથી. વંધ્યીકરણ (પુરુષ અને સ્ત્રી બંને), ૈંેંઝ્રડ્ઢ, ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક (અંતરા પ્રોગ્રામ), ઓરલ પિલ અને કોન્ડોમ એ વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રમોટ કરવામાં આવી રહેલા કેટલાક મુખ્ય ગર્ભનિરોધક પગલાં છે. ૐસ્ૈંજી ડેટા અનુસાર, ૨૦૨૧-૨૨માં સૌથી વધુ ઇન્જેક્ટેબલ સ્ઁછ ડોઝ (અંટારા પ્રોગ્રામ) ઉત્તર પ્રદેશ (૫.૯ લાખ) દ્વારા નોંધવામાં આવ્યા હતા, ત્યારબાદ પશ્ચિમ બંગાળ (૪.૦૧ લાખ) અને રાજસ્થાન (૩.૧૫ લાખ) છે.

આ સમયગાળા દરમિયાન સાત રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશ (૬.૦૦ લાખ), રાજસ્થાન (૩.૧૬ લાખ), બિહાર (૨.૭૬ લાખ), ઝારખંડ (૧.૨૭ લાખ), મધ્ય પ્રદેશ (૧.૦૬ લાખ), આસામ (૦.૬૫ લાખ) અને છત્તીસગઢ (૦.૨૫)નો સમાવેશ થાય છે. આ રાજ્યોએ મિશન પરિવાર વિકાસ હેઠળ ૨૦૨૧-૨૨માં કુલ ઇન્જેક્ટેબલ સ્ઁછ ડોઝમાં ૬૪ ટકા યોગદાન આપ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૧-૨૨માં છાયાની ગોળીઓનું વિતરણ ૭૬.૫ લાખ હતું, જ્યારે ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૩૪.૫ લાખ સ્ટ્રિપ્સ વેચવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ૧૯.૫૬ લાખ, પશ્ચિમ બંગાળમાં ૧૦.૮૦ લાખ, ઝારખંડમાં ૮.૮૬ લાખ, બિહારમાં ૭.૮૨ લાખ, મધ્યપ્રદેશમાં ૪.૬૮ લાખ, રાજસ્થાનમાં ૩.૮૧ લાખ, કર્ણાટકમાં ૩.૧૩ લાખ, મહારાષ્ટ્રમાં ૨.૩૭, તમિલનાડુમાં ૨.૩૭ લાખ અને ગુજરાતમાં ૨.૨૯ લાખ છાયા ગોળીનો વપરાશ થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/