fbpx
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યોહાઈકોર્ટે સરકારને પુછ્યું , કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી?, બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત આપો

ગુજરાતભરના પોલીસકર્મીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૨૩ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને પુછ્યું હતું કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી? બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત આપો. પોલીસકર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઇકોર્ટેઆદેશ આપી દીધો છે. પોલીસકર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધો છે.

રાજ્યના પોલીસકર્મીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીને લઈને સરકાર પર હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. પોલીસકર્મીઓની ભરતી અંગે હાઈકોર્ટે સુઓમોટો લીધો છે. પોલીસ ભરતીની તમામ માહિતી આપવા સરકારને આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે સરકારને વર્ષ ૨૦૨૩ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી? આ મુદ્દે હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તે વિગત આપો. પોલીસકર્મીઓ મુદે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ છે. તેમાં પોલીસકર્મીઓ મુદે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. ૩૧ ડીસેમ્બર, ૨૦૨૩ સુધીમાં સરકાર પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ અને હાથ ધરાયેલ ભરતીઓ વિશે જાણકારી આપશે. આ મુદ્દે વધુ સુનવણી ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રાખવામાં આવી છે. અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં ૨૧.૩% જગ્યા ખાલી છે. જેનો આંકડો ૨૭ હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ૦૪ હજાર જગ્યા ખાલી છે. ૦૭ હજાર પોલીસ કર્મચારીની વર્ષ ૨૦૨૩-૨૪ માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/