fbpx
ગુજરાત

સુરત એટલે સુરત..! સુરત સિંગાપોર બને એ વાત ખૂબ પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ છે. પરંતુ ખંડેર બનતાં ગામડાઓની પણ કોઈ દરકાર કરે એ પણ સમયની માંગ છે. 

હજુ ગઈકાલે જ સુરત શહેરમાં વિશ્ર્વની સૌથી મોટી ઈમારત ડાયમંડ બુર્સ ખાતે આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પધારેલ. મિની રોડ શો પણ થયો. પ્રધાનમંત્રીએ સુરત અને સુરતીના ભરપૂર વખાણ પણ કર્યા ત્યારે એક વાત કહેવાની પણ જરૂર છે. સુરત સિંગાપોર બને એ સારી વાત છે. પરંતુ સુરતમાં સ્થળાંતરિત થયેલાં ગ્રામ્યવાસીઓ હવે પોતાના માદરે વતન ગામડાંની થોડી ઘણી સંભાળ લે તે જરૂરી છે. વિકાસની દોડમાં આ ગ્રામ્ય સંસ્કૃતિની રક્ષા કરવાનું દાયિત્વ પણ હવે નભાવવું પડશે.. ખંડેર થતાં ગામડાંઓને પુનર્જીવિત અને નવસાધ્ય કરવા માટે હવે શહેરના શ્રેષ્ઠીઓએ સવજીભાઈ બનવું પડશે.  જો આમ અને આમ રહ્યુ તો બસ થોડાં વર્ષોમાં જ કદાચ ગામડાંઓ પડીને પાદર થઈ જશે..

આજે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોનું યુવાધન મોટા શહેરો કે વિદેશોની રાહ પકડીને સ્થળાંતર થતું જોવા મળે છે. હવે તો વડીલો એ પણ ગણ્યા ગાંઠ્યાં એ પણ ખેતરોની સંભાળ રાખવા માટે જ જાણે ગામડામાં રહેતા હોય તેવું લાગે છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે શહેરની ઝાકમઝોળ અને પચરંગીપણું આ ગામડાંને જાણે ભરખી જતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોય તેવું લાગે છે. આમાં ગોકુળગ્રામની પરિકલ્પના કેમ સિધ્ધ થશે.? હા એમાં અપવાદ પણ હોય છે. સવજીભાઈ ધોળકિયા જેવા બિઝનેસ ટાયફૂન ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ સુપેરે સમજે છે. પરંતુ હજુ મોટા ભાગના ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર થયેલાં લોકો આ બાબતે ઉદાસીન હોય એવું લાગે છે. સાવરકુંડલાના ગામડાં હોય કે અમરેલીના ઠવી, વીરડી, જેજાદ, ભમોદરા, ભેંકરાં, કે પછી ખાંભા વિસ્તારના તાતણિયા, ઉમરિયા, ગિદરડી, ભાણિયા, ગામડાંનો એ પૂર્વ સમયનો વેભવ હવે લુપ્ત થઈ રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એક લટાર મારીએ એટલે વિસરાતો વૈભવ નજર સમક્ષ તરી આવે છે.  ક્રીસમસ વેકેશન કે દિવાળી વેકેશન સિવાય પણ હવે ગ્રામીણ સંસ્કૃતિની રક્ષા માટે થોડો સમય કાઢીને સપરિવાર હવે પોતાના માદરે વતન એવા ગામડાની મુલાકાત લેઈ ત્યાં એકાદ અઠવાડિયું પસાર કરીને ગામડાંની સ્થિતિ કેમ સુધરે એ બાબતે પણ મનોમંથન કરવું પડશે. હા, શહેરો સુંદર હોય શકે પરંતુ ગામડું પણ ગોકુળિયું હોય તેવું વાતાવરણ સર્જવાની સહિયારી જવાબદારી હવે સૌની થશે..પ્રસ્તુત ગ્રામ્ય વિસ્તારની એ ખંડેર તસવીરો અને સુમસામ બજારો ઘણું બધું કહી જાય છે..!! એ પોકાર કરી રહી છે કે હવે તો અમારી સંભાળ લો..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/