fbpx
ગુજરાત

ગાંધીના ગુજરાતમાં હવે દરેક જગ્યાએ દારૂની ચર્ચાઓડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા હીરાના વેપારીઓએ પણ ડ્રીમ સિટીમાં દારૂની વ્યવસ્થા કરવા માંગ કરી

દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં હવે દરેક જગ્યાએ દારૂની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અને વેચાણ પર મુક્તિ આપી દીધી છે.આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં દારૂબંધીમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી રહી છે. સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા હીરાના વેપારીઓ પણ સરકારના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના ર્નિણયને આવકારી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે ગિફ્ટ સિટીની જેમ સુરતમાં બનેલા ડ્રીમ સિટીમાં પણ સરકારે એવી જ વ્યવસ્થા કરવી જાેઈએ. જેથી કરીને વિદેશથી હીરાની ખરીદી અને વેચાણ માટે આવતા લોકોને આતિથ્ય આપી શકાય. સુરતમાં પણ સરકારે ગાંધીનગરને ડ્રીમ સિટીના નામથી ગિફ્ટ સિટી તરીકે ઓળખાવ્યું છે. સુરતના આ સપનાની નગરીમાં વિશ્વની સૌથી મોટી ઇમારત સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્‌ઘઘાટન થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટા સુરત ડાયમંડ બુર્સમાં ૪૨૦૦ ઓફિસો છે.

આશરે રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે બનેલી સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગની સફળતાનું સપનું સુરતના હીરાના વેપારીઓ જાેઈ રહ્યાં છે. સુરત ડાયમંડના વેપારીઓ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવન પર મુક્તિની પ્રશંસા કરી છે. તેઓ ગુજરાત સરકારના ર્નિણયને આવકારે છે. સમયની સાથે આ છૂટ અન્ય જગ્યાએ પણ મળવી જાેઇએ, તેવી માંગ કરાઇ રહી છે. વેપારીઓનું કહેવું છે કે સુરતમાં સરકારે જે ડ્રીમ સિટી બનાવી છે તે ગિફ્ટ સિટીની જેમ અહીં પણ દારૂ માટે અલગ વ્યવસ્થા હોવી જાેઈએ. સુરત ડાયમંડ બુર્સમાં વિદેશથી આવતા વેપારીઓને જાેતા સરકારે ડ્રીમ સિટીમાં ૭ સ્ટાર હોટેલ બનાવવી જાેઈએ અને દારૂના વેચાણ અને સેવન પર છૂટછાટ આપવી જાેઈએ.સુરતમાં હોસ્પિલિટીની કોઈ સુવિધા નથી, જે સરકારે સુરતના ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ગોઠવવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/