fbpx
ગુજરાત

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

કાંકરિયા કાર્નિવલમાં રોજ રાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ થીમ આધારિત લેસર શો યોજાશે . અમદાવાદમાં ફરી એક વાર પરંપરાગત રીતે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ ચૂકી છે. જેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું. આ દરમિયાન મુખ્યપ્રધાને 216 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. સાથે જ HIV એઇડ્સની ડિજિટલ બુકનું પણ લોકાર્પણ કર્યું.કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે ઘણા કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યપ્રધાને કહ્યું કે કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ થઇ રહ્યું છે. ગરીબ બાળકોને સ્ટેજ મળ્યું છે.

મહત્વનું છે, આ વખતે વસુધૈવ કુટુમ્બકમ- એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાયું છે, ત્યારે પર્ફોર્મરોએ દેશના વિવિધ રાજ્યોની ઝાંકી દર્શાવતા ગરબા, ઘુમ્મર, ભાંગડા, બિહૂ, લાવણી અને કથલકી સહિતના નૃત્ય રજૂ કર્યા, જેના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. 5 દિવસ સુધી ચાલનારા આ કાર્નિવલમાં અનેક ભવ્ય કાર્યક્રમો કરાશે અને આ માટે 3 મોટા સ્ટેજ બનાવાયા છે. જેમાં લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોનાં ગીત અને શાળાના બાળકોના ડાંસ પર્ફોમન્સ રજૂ થશે. કાર્નિવલમાં એમ્બિયન્સ અને લાઇટ શો મુખ્ય આકર્ષણ બનશે. અહીં વિકસિત ભારતની થીમ પર લેસર શોનું પણ આયોજન કરાયું છે. પ્રથમ દિવસે આ શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. વધુમાં, ગુજરાત પોલીસ પણ હોર્સ અને ડોગ શો રજૂ કરશે.

કાંકરિયા કાર્નિવલમાં રોજ રાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ થીમ આધારિત લેસર શો યોજાશે.અમદાવાદીઓ દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે. સાથે જ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શૉ અને ડોગ શૉનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. લાઈવ કેરેક્ટર્સ દ્વારા મુલાકાતીઓનું મનોરંજન કરવામાં આવશે. અહીં નાના બાળકો લાઈવ કેરેક્ટર્સ સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે. ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. કાર્નિવલમાં સેવાકીય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. તમામ દિવસ બ્લડ ડોનેશન કેમ્પ, ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો સાથે જ કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ, મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જો બાળકો ખોવાઇ જાય તો બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/