fbpx
ગુજરાત

ભારતમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયાકર્ણાટકમાં કોરોનાના સક્રિય કેસ વધીને ૪૩૬ થયા, ૩૬ લોકોમાં JN.૧ વેરિઅન્ટ અસર જાેવા મળી

કોરોના વાયરસે શિયાળો આવતા જ ફરી અનેક રાજ્યમાં પગ પેસારો કર્યો છે. તેના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ત્નદ્ગ.૧ ના નવા પ્રકારે લોકોમાં ચિંતા વધારી દીધી છે. દેશના ઘણા રાજ્યોમાં કોવિડના દર્દીઓ સતત વધી રહ્યા છે. ત્યારે કેરળ બાદ હવે દક્ષિણ ભારતના અન્ય રાજ્ય કર્ણાટકમાં પણ કોરોના ફેલાવા લાગ્યો છે. જેના કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. ત્યારે હવે રાજ્ય સરકારે વધતા જતા કેસને લઈને કેટલાક નિયંત્રણો મુક્યા છે.

રાજ્ય સરકાર વધી રહેલા કોરોનાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. માહિતી આપતાં રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે જે લોકો ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને એક અઠવાડિયા સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. તેમણે જણાવ્યું કે હાલમાં રાજ્યની અંદર ૩૬ લોકોમાં ત્નદ્ગ.૧ વેરિઅન્ટ અસર જાેવા મળી છે. કોરોનાના સક્રિય કેસ વધીને ૪૩૬ થઈ ગયા છે. જેમાંથી જેઓ પોઝિટિવ આવ્યા છે તેઓને ઘરે આઈસોલેટ કરવામાં આવ્યા છે.. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આરોગ્ય વિભાગ કોરોના ચેપના વધતા જતા કેસ પર નજર રાખી રહ્યું છે. ચેપગ્રસ્ત લોકોએ એક અઠવાડિયા સુધી ઘરમાં રહેવું પડશે. તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત લોકોને તેમની ઓફિસમાંથી રજા આપવાના પણ આદેશ આપવામાં આવ્યા છે જેથી તેઓ ઘરે રહી શકે અને ચેપ બીજા કોઈને ન ફેલાય. આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીએ લોકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે ભારતમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪,૦૯૩ થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં ત્નદ્ગ.૧ કોવિડ વેરિઅન્ટના કુલ ૧૦૯ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/