fbpx
ગુજરાત

ગાંધીનગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ૨૭ બેરોજગાર યુવાનો પાસેથી એક કરોડથી વધુની રકમ પડાવી લેતાં સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસમાં નોંધાઈ છે. ૨૭ બેરોજગાર યુવાનો પાસેથી એક કરોડથી વધુ રકમ પડાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં ઝેરોક્ષનો કોન્ટ્રાક્ટ શૈલેષ ઠાકોરને મળ્યો હતો. તેના કારણે અનેક અધિકારીઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. જેનાથી તેને અન્ય લોકોને સરકારી નોકરી ક્લાર્ક તરીકે જાેઈતી હોય તો પોતે અપાવી શકશે તે પ્રકારની માહિતી પોતાના પરિચયમાં આવનારને આપતો હતો. જેના આધારે અમિત ભાવસાર નામનો યુવાન પણ શૈલેષ ઠાકોરના પરિચયમાં આવ્યો હતો.

તેને પણ આ પ્રકારે ક્લાર્કની જગ્યા માટે પોતે ગોઠવી દેશે એ પ્રકારની વાત કરી હતી અને રૂપિયા લીધા હતા. દિલ્હીના આઈએએસ અધિકારી દ્વારા આ તમામ વસ્તુઓ ગોઠવાઈ જશે એ પ્રકારની વાત કરી હતી. જાેકે લાંબા સમય બાદ પણ નોકરી અંગે કશું ન થયું અને રૂપિયા પાછા આપવા અંગે પણ ઠાગાઠૈયા કરતા આખરે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શૈલેષ ઠાકોર દ્વારા અંદાજે આવા ૨૭થી વધુ યુવાનો સાથે નોકરીના નામે રૂપિયા ઉઘરાવ્યા હોવાની વિગતો મળી છે, જેના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર મામલામાં ગાંધીનગરના કયા અધિકારીઓની સંડોવણી છે જે અધિકારીઓના નામે કોણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અમિત ભાવસારના પરિચિતોમાંથી જ ૨૭ લોકો પાસેથી ૧.૪૪ કરોડ રોકડા અને ઓનલાઈન લીધા હોવાની વિગતો પણ સામે આવી છે. શૈલેષ ઠાકોર દ્વારા આવા કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેની પણ તપાસ પોલીસ કરી રહી છે જેના આધારે આ આંકડો ખૂબ મોટો જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/