fbpx
ગુજરાત

૩૫ લાખ રૂપિયામાં ભરતી થતી હોવાનો યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આરોપ

ગુજરાતમાં થતી સરકારી ભરતી જાે કોઈ વિવાદમાં ન આવે તો તે ભરતી ન કહેવાય. રાજ્યમાં થતી દરેક ભરતીમાં આક્ષેપ લાગે છે. જાે સત્ય બહાર આવે તો પગલા લેવાય છે. બાકી ભરતી કૌભાંડ કરનારા બેફામ બની નવી ભરતીમાં સેટિંગ માટે લાગી જાય છે. ગુજરાત સરકારની વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, પોલીસ, સબ ઓડિટર અને ય્ઁજીઝ્રની પરીક્ષામાં નકલી ભરતી કરવામાં આવી છે. રેલવે અને આરોગ્ય ખાતામાં પણ બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવતા ખળભળાટ મચી ગયો છે. યુવરાજસિંહે આ ભરતી કૌભાંડમાં ભાજપના નેતાની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ કૌભાંડમાં ભાજપના નેતા કેતન શાહ અને રણજીત ઓડ પર મોટા આરોપ લગાવ્યા છે. કેતન અને રણજીતે પૈસા લઈને સરકારી નોકરી અપાવી છે. બન્ને વ્યક્તિ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ૩૫ લાખ રૂપિયામાં ઁજીૈંનો ભરતી કરાવી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તો ભરતીમાં છેતરપિંડીનો શિકાર બનેલા ૧૪ ઉમેદવાર પણ સામે આવ્યા હતા. ગુજરાતમાં ફરી એકવાર ખળભળાટ મચી જાય તેવા આ આક્ષેપો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો થયા હતા. જાે કે પોલીસે ફરિયાદ ન નોંધતા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. યુવરાજસિંહે ભરતીમાં સેટિંગના તમામ પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે. તેના કારણે આગામી સમયમાં રાજ્યમાં ફરી વિદ્યાર્થીઓનો આંદોલન ઉઠે તો નવાઈ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/