fbpx
ગુજરાત

ગુજરાતમાં ૧૭,૩૫,૦૦૦ પુરૂષ અને ૧૮૫,૦૦૦ સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની

ગુજરાત ધીરે ધીરે ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની ઘટનાઓ વધી રહી છે. સરકારી ડેટા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતમાંથી ૯૩,૬૯૧ કિલો ડ્રગ્સ, ૨,૨૨૯ લિટર લિક્વીડ ડ્રગ્સ અને ૯૩,૭૬૩ કિલો દવાની ગોળીઓ અને ઇન્જેક્શન જપ્ત કરાયા છે. પોલીસની કાર્યવાહીમાં પકડાયેલો આ જથ્થો છે. આ સિવાય મોટાપાયે વેપાર થતો હોવાની પોલીસને પણ શંકા છે.

હવે જમાનો બદલાઈ રહ્યો છે એમ આજની યુવા પેઢી દારૂમાંથી એક સ્ટેપ આગળ વધીને ડ્રગ્સની બંધાણી બની છે. ગુજરાતમાં પોલીસ આ મામલે એક્ટિવ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે પણ પોલીસના હાથ પણ ટૂંકા પડી રહ્યાં છે. રાષ્ટ્રીય સર્વે દર્શાવે છે કે ગુજરાતમાં ૧૭,૩૫,૦૦૦ પુરૂષ અને ૧૮૫,૦૦૦ સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની છે. ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ, રાજ્યસભામાં, સાંસદ ધીરજ પ્રસાદ શાહુ અને ડૉ. અમી યાજ્ઞિકને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા અંગેની માહિતી શેર કરી હતી. ૨૭,૮૪૨ કિગ્રા ર્ॅૈેદ્બ-હ્વટ્ઠજીઙ્ઘ ઙ્ઘિેખ્તજ, ૫૯,૩૬૫ કિગ્રા ષ્ઠટ્ઠહહટ્ઠહ્વૈજ-હ્વટ્ઠજીઙ્ઘ ઙ્ઘિેખ્તજ, ૭૫ કિલો ર્ષ્ઠષ્ઠટ્ઠૈહી અને ૩,૭૮૯ કિલો ॅજઅષ્ઠર્રંિર્ॅૈષ્ઠ સબસ્ટેન્સ અને અન્ય ડ્રગની માત્રા પકડાઈ છે.

૨૦૨૨માં સમગ્ર ભારતમાં પકડાયેલા ૭૧.૮૯ કિલો કોકેઈનમાંથી ૩૯.૧ કિલો કોકેઈન ગુજરાતમાંથી ઝડપાયું હતું. ગુજરાતમાં પણ નશાખોરોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં દર લાખની વસ્તી દીઠ માત્ર ૧૧૭ પોલીસ કર્મચારીઓ છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૫૨ કરતા ઓછા અને જરૂરી ૧૭૪ કરતા ઘણા ઓછા છે. ગૃહ મંત્રાલયે ડ્રગ હેરફેરના નિયંત્રણ માટે ગુજરાતની વિશાળ દરિયાઈ સરહદો દ્વારા ઊભા થયેલા પડકારોને સ્વીકાર્યા છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ગુજરાતમાં વિવિધ કારણસર સગીર વયના બાળકો, મહિલાઓનો ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. આ આંકડાઓ તો પકડાયેલા ડ્રગ્સના છે પાછલા બારણે તો કેટલું ડ્રગ્સ વેચાતુ હશે એનો કોઈ અંદાજ લગાવી શકે એમ નથી. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો ચર્ચાઓ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/