fbpx
ગુજરાત

મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદના મુસાફરોનાં નિવેદન લીધાં

ગેરકાયદેસર અમેરિકા જવાના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમની તપાસ તેજ કારઈ છે. ૨૧ પૈકી ૧૮ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા છે. કબૂતરબાજીના આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મહેસાણા, પાટણના મુસાફરો તેમજ ગાંધીનગર અને અમદાવાદના મુસાફરોનાં નિવેદન લીધાં છે, જેઓ નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના ફિરાકમાં હતા. ત્યારે તેમની પાસપોર્ટની વિગતમાં મોટા ખુલાસા થયા છે. ૨૧ ગુજરાતીઓ અલગ અલગ રીતે દુબઈ પહોંચ્યા હતા. દુબઈથી નિકારાગુઆથી ફ્લાઈટમાં ગયા હતા. નિકારાગુઆથી વાયા અમેરિકા પહોંચવાના હતા.

અમેરિકા પહોંચ્યા બાદ પૈસા આપવાની ડીલ થઈ હતી. આ માટે ૪૦ લાખથી ૧.૨૫ કરોડ સુધીની ડીલ થઈ હતી. આમ, ઝ્રૈંડ્ઢ ક્રાઈમે એજન્ટો મુદ્દે પણ તપાસ શરૂ કરી છે. પકડાયેલા તમામ ગુજરાતી મુસાફરોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ નિકારાગુઆ શુ કરવા ગયા હતા તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ફરવા ગયા હતા. ફ્રાન્સથી પરત ફરેલી ડંકી ફ્લાઈટના ૨૧ મુસાફરો સાથે ગુજરાત સીઆઈડીએ પૂછપરછ કરી છે. પોલીસે આ માનવ તસ્કરીના કેસમા નેટવર્કના માસ્ટરમાઈન્ડ કોણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના સીઆઈડી ક્રાઈમ અને રેલવેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એસપી રાજકુમારે આ માહિતી આપી હતી. તો ગુજરાત પોલીસના સુપરીટેન્ડન્ટ સંજય ખરાતે જણાવ્યું કે, આ મુસાફરો પાસેથી ૪૦ લાખ રૂપિયાથી લઈને ૧.૨૫ કરોડ રૂપિયા સુધીનું પેમેન્ટ લેવાયુ હતું. જેથી તેઓને સાઉથ અમેરિકાથી દક્ષિણી બોર્ડર સુધી પહોંચવામાં મદદ કરી શકાય. પોલીસ તપાસ કરી રહી છે કે, લોકોનો એજન્ટ સાથે કેવી રીતે સંપર્ક થયો હતો અને ત્યા પહોંચ્યા બાદ શુ પ્લાન હતો.

ફ્રાન્સથી ગુજરાત પરત મોકલી દેવાયા મુસાફરોએ પોલીસને જમાવ્યું કે, ડંકી રુટ દ્વારા અમેરિકા પહોંચવા માટે તેમને ૧.૨૫ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો. આ મામલે ગુજરાત પોલીસ દસ્તાવેજની પણ તૈયારી કરી રહી છે, જેના માધ્યમથી પાસપોર્સ અને વીઝા મેળવવામાં આવ્યા હતા. હાલ ફ્રાન્સથી પરત ફરેલા ૨૧ ગુજરાતી મુસાફરોની સઘન પૂછપરછ ચાલુ છે. ગુજરાત પોલીસને આશા છે કે, ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. ફ્રાન્સ એરપોર્ટથી પકડીને ગુજરાત લાવવામાં આવેલા મોટાભાગના ઉત્તર ગુજરાતના છે. મોટાભાગના ગાંધીનગર, મહેસાણા, આણંદ અને બનાસકાંઠા જિલ્લાના વતની છે. આ તામમ ગુજરાતના એજન્ટના માધ્યમથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવાના હતા. આ લોકો પાસે દુબઈ અને નિકારાગુઆના કાયદેસર વિઝા હતા. તેથી પોલીસ માટે તેમના પર માનવ તસ્કરીનો કેસ ચલાવવો થોડો મુશ્કેલ બની રહેશે. તો બીજી તરફ, ફ્રાન્સમાં બાકી રહેલા અન્ય ૫૪ ભારતીયો સાથેનું બીજું પ્લેન પણ જલ્દી જ પરત ભારત ફરી શકે છે. જેના નામ અને પાસપોર્ટની તપાસ હજી ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/