fbpx
ગુજરાત

ધર્મ અને અધર્મ વચ્ચેની આ ચૂંટણીમાં ધર્મ પીએમ મોદીની સાથે : જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજ

અમદાવાદ, શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજની રામકથાનો અમદાવાદમાં ઘોડાસર સ્મૃતિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદ આવેલા જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અયોધ્યામાં ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ બાદ પરત ફર્યા ત્યારે જે માહોલ હતો એ જ માહોલ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન કાશી મથુરા અંગે પૂછાતા જગદગુરુએ જણાવ્યુ કે કાશી મથુરા લઈને રહીશુ. કાશી મથુરા વિવાદનો પણ જલ્દી અંત આવશે. ૨૦૨૪-૨૫ સુધીમાં વિવાદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યુ હતુ.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં પીએમ મોદી ફરી ચૂંટાશે તેવી પણ તેમણે ભવિષ્યવાણી કરી અને ધર્મ અને અધર્મ વચ્ચેની આ ચૂંટણીમાં ધર્મ પીએમ મોદીની સાથે હોવાનું પણ તેમણે જણાવ્યુ. જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યુ કે મને ગુજરાત બહુ ગમે છે અને ગુજરાતી ભોજન પણ બહુ ભાવે છે. ગુજરાત તો મારી ભૂમિ છે અને રાજકોટમાં તેમનો આશ્રમ હોવાની વાત પણ તેમણે કરી. જાે કે નવાઈની વાત એ હતી કે ગુજરાતી ભાષા પર પણ જગદગુરુની સારી એવી પકડ છે અને તેઓ ગુજરાતી ભાષામાં જ મીડિયા સાથે સંવાદ કરતા જાેવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે રામભદ્રાચાર્ય નેત્રહિન છે. નેત્રહિન હોવા છતા તેમણે ૨૨ ભાષા જાણે છે અને બોલી શકે છે, ૨૩૦ પુસ્તકો લખ્યા છે અને પાણીની અષ્ટાધ્યાય જે લખ્યુ છે તેની પ્રસ્તાવના જ ૧૦ હજાર પન્નાની છે અને ૫૦ હજારથી વધુ શ્લોકો છે અને પીએમ મોદીએ તેનુ વિમોચન કર્યુ છે. અયોધ્યામાં કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર એવુ ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે. ૫૦૦ વર્ષની પ્રતિક્ષા અને અનેક કાયદાકીય અને લડાઈઓ બાદ અયોધ્યામાં ભગવાન રામ લલાની મૂર્તિનું સ્થાપન થવાનુ છે. ૧૯૮૪માં રામજન્મભૂમિ માટેની ચળવળ શરૂ થઈ ત્યારથી જગદગુરુ રામભદ્રાચાર્ય તેના સાક્ષી રહ્યા છે. તેઓ ખુદ પણ રામજન્મભૂમિની લડાઈનો હિસ્સો રહ્યા છે. બાબરી ધ્વંસ વખતે તેમણે પણ પોલીસના લાઠીઓ ખાધી છે, ૮-૮ દિવસ સુધી જેલવાસ ભોગવ્યો છે અને કોર્ટની દરેકે દરેક લડાઈમાં જ્યાં જરૂર પડી ત્યાં સાક્ષી તરીકે હાજર પણ થયા હતા. આપને જણાવી દઈએ કે જગદગુરુ રામભદ્રાચાર્ય આંખોથી જાેઈ શક્તા નથી. તેઓ માત્ર બે મહિનાના હતા ત્યારે જ આંખોના બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે આંખોની રોશની ગુમાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/