fbpx
ગુજરાત

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ૮૪ પૈસાનો વધારો , ડીઝલમાં કોઈ ફેરફાર નહીં

નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘુ થયું છે. લેટેસ્ટ ભાવ મુજબ, આજથી ગુજરાતમાં પેટ્રોલમાં ૮૪ પૈસાનો વધારો થયો છે. જાેકે, ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશમાં સવારે ૬ વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે

અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, દેશમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો ૮૪ પૈસાનો વધારો થયો છે. જાેકે, રાહતના સમાચાર એ છે કે, ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જાેવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ ૬ વાગ્યે ઉ્‌ૈં ક્રૂડ નજીવા વધારા સાથે ઇં૭૦.૫૦ પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું.

તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને ઇં૭૫.૮૯ પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ ન કરવાની ખાતરી આપતાં ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ આ ર્નિણય લેવાયો છે. મહત્વનું છે કે નવા હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/