fbpx
ગુજરાત

નાંદોદ તાલુકાના વરખડ ગામે પતંગના દોરાથી ઈજા થતાં યુવાનના ગળામાં ૪૦ ટાંકા આવ્યાં

ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ પતંગના દોરા સાથેની દુર્ઘટનાઓ વધી રહી છે. પતંગના દોરાથી અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં એક યુવકનું પતંગના દોરાથી ગળુ કપાયું છે. ખેતરમાં જઈ રહેલા યુવકના ગળામાં પતંગનો દોરો ફસાયો હતો, જેના બાદ તેને ૪૦ ટાંકા લેવાયા હતા. નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના વરખડ ગામે રહેતા યોગેશભાઈ બાઇક લઈને ખેતર જઈ રહ્યાં હતાં. ત્યારે યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ ગઈ હતી. તેમને ગળાની ઉપર દાઢીના ભાગે ઈજાઓ પહોંચી હતી.

ગળું ચિરાઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં ૪૦ ટાંકા લઈને તેમનો જીવ બચાલી લેવાયો હતો. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા માટે વપરાતી દોરી લોકો માટે જાેખમી બનતી હોય છે. દોરીના કારણે લોકોને ગંભીર ઇજા પહોંચે છે અને કેટલીકવાર મોત પણ નીપજે છે. ત્યારે આજ રોજ દોરીના કારણે એક યુવાનનું ગળાની ઉપર દાઢી નાં ભાગ ચીરાઈ જતાં દોડધામ મચી હતી આ વિશે રાજપીપળાના ડો.જયેશ પટેલ પાસે યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેઓએ તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી. આમ, ૩૫ થી ૪૦ ટાંકા લઈને તેઓને જીવ બચાવ્યો હતો. આ બાબતે ડો, જયેશ પટેલ તેઓ જણાવ્યું હતું કે હાલ ઉતરાણ આવી રહી છે. ત્યારે મોટરસાયકલ ચલાવતા ચાલકોને સેફ્ટી રાખવી ખૂબ જરૂરી છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરો. ગળામાં સ્કાફ પેહરવાનું રાખો એમ સંદેશો આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/