fbpx
ગુજરાત

અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા જશેગુજરાતમાં લોકસભાની તૈયારીઓનું રણશીંગુ પણ ફૂંકશે

દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ મોકલેલા ત્રીજા સમન છતાં સીએમ કેજરીવાલ પૂછપરછ માટે પહોંચ્યા નહતા. તપાસ એજન્સીને તેમણે પત્ર લખીને જવાબ પાઠવતા કહ્યું કે તેઓ તપાસ એજન્સી સામે હાજર થશે શકશે નહીં. આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે ઈડી ધરપકડ કરી શકે છે. પાર્ટીના કદાવર નેતાઅને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે ટ્‌વીટ કરીને કહ્યું કે ગુરુવારે સવારે મુખ્યમંત્રી કેજરીવાલજીના ઘરે ઈડી પહોંચીને તેમની ધરપકડ કરવાની છે.

જાેકે, આ વચ્ચે દિલ્હીથી મોટી ખબર આવી છે, જે પણ અરવિંદ કેજરીવાલ સાથે જાેડાયેલી છે. અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ બે દિવસ સુધી ગુજરાતમાં રોકાણ કરશે. લોકસભાની ચૂંટણીની કામગીરીને લઈને તેમની આ મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલ તારીખ ૬થી ૮ જાન્યુઆરી સુધી ગુજરાતમાં રહેશે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. કેજરીવાલ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જનસભા ગજવશે. તેઓ લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. તેમજ જેલમાં બંધ છછઁના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત પણ કરશે. ચૈતર વસાવાના પરિવારને પણ મળશે અરવિંદ કેજરીવાલ… ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

આ પ્રવાસમાં તેઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચુંટણીલક્ષી બેઠકો કરશે. તેમજ ૫ જાન્યુઆરીએ પોલિટીકલ અફેર્સ સમિતિ સાથે મુકુલ વાસનીક બેઠક કરશે. બપોરે બાદ પ્રદેશ ઇલેક્શન સમિતિ સાથે બેઠક કરી ચુટંણી તૈયારીની સમીક્ષા કરશે. તો ૬ જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજના ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. લોકસભાની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુકુલ વાસનીકનો બે દિવસીય પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, લોકસભા ચૂંટણી માં ૫૦% વોટ શેર મેળવવા બીજેપીએ પણ કવાયત આરંભી દીધી છે. નવા મતદારોને બીજેપી સાથે જાેડવા અભિયાન શરૂ કરાશે. આજે નવા મતદાર જાેડો અભિયાનને લઈ મહત્વપૂર્ણ બેઠક કરાશે. ભાજપ મહામંત્રી રત્નાકર અને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.

આ બેઠકમાં નવા મતદાર જાેડો અભિયાનના ગુજરાતના પ્રભારી હિમાંશુ શર્મા અને ગુજરાત યુવા મોરચાના પ્રભારી મનિષ કુમાર સિંહ હોદેદારઓને માર્ગદર્શન આપશે. બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્યો, પ્રદેશ યુવા મોરચાના સેલના કન્વીનરો, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્યો તેમજ યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/