fbpx
ગુજરાત

૧૧૧ રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. ૫૦૦ પરીક્ષા ફી લેશેઅનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ ૧૦૦ રૂપિયા ઓછા આપવાના રહેશે

અમદાવાદ,ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૪૩૦૦ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત ૧૭ કેડર માટે ૪૩૦૦ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ૪૩૦૦ જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. પરંતુ મોટી વાત એ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળે ફીમાં પણ વધારો ઝીંક્યો છે.

નવા વર્ષે મોંઘવારીનો માર નોકરી શોધતા ઉમેદવારોને પણ સહન કરવો પડશે એ મોટી વાત છે. મંડળ દ્વારા પરીક્ષા ફીમાં સીધો ચાર ગણો વધારો કરી દીધો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ૪ જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. ૫૦૦ રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. આ સાથે જ ઉમેદવારોની સુવિધા માટે ફી પણ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિને અટકાવવા માટે મંડળ દ્વારા લેનારી પરીક્ષા પણ ઓનલાઈન કમ્પ્યૂટર આધારિત કરી દેવાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/