fbpx
ગુજરાત

ગુજરાતમાં ૪૫૦ રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશેબજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા,બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે

નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી. ત્યારે હવે ગુજરાત પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ ૪૫૦ રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે.

ગુજરાતના નાગરિકો માટે નવા વર્ષ મોટા ખુશખબર આવી રહ્યાં છે. ગુજરાતના બીપીએલ રેશન કાર્ડધારકોને ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતુ થઈ જશે. આગામી ફેબ્રુઆરી મહિનામા રજૂ થઈ રહેલા બજેટમાં આ જાહેરાત કરી દેવાશે. હાલ ગુજરાતમાં રાંધન ગેસનો બોટલ ૯૨૫ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. જાે ગુજરાતમાં ૪૫૦ રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર મળશે તો મોંઘવારીમાં મોટી રાહત થશે. હાલ નાગરિકો ચારેતરફથી મોંઘવારીમાં ભીંસાઈ રહ્યાં છે. ગુજરાત સરકારે અનેકવાર ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાના વાયદા આપ્યા છે, પરંતુ જનતાને તેની કોઈ રાહત મળતી નથી. મોંઘવારીથી ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ છે. આ મામલે વિપક્ષો પણ સરકારની ટીકા કરી રહ્યાં છે. ત્યારે આગામી સંભવત બજેટમાં નાણામંત્રી ગેસ સિલિન્ડરના ભાવ ધટાડાની મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

આ જાહેરાતથી ગુજરાતના ૩૫ લાખથી વધુ પરિવારોને મોટી રાહત મળશે. આવા પરિવારોના ખાતામાં ગેસ સબસીડી સીધી જમા થઈ શકશે. દર મહિને તેઓને ૪૫૦ રૂપિયામાં એક ગેસ સિલિન્ડર મળશે. તમને જણાવી દઈએ કે ૪૫૦ રૂપિયામાં સિલિન્ડર વેચવાને કારણે રાજ્ય સરકાર પર ૬૨૬ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે અગાઉની અશોક ગેહલોત સરકારે એપ્રિલ ૨૦૨૩માં ઉજ્જવલા યોજના હેઠળ ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું હતું. રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઉજ્જવલા-બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર ૪૫૦ રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યુ કે ૧ જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે. તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. રાજ્ય સરકારના આ ર્નિણયનો ફાયદો ૭૦ લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/