fbpx
ગુજરાત

લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે પાંચ સ્ક્રીનિંગ કમિટી બનાવી

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ જે રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠુ કરવા એડીચોટીનું જાેર લગાવવામા આવી રહ્યું છે. કોંગ્રસ પોલિટિકલ અફેર્સ અને ઈલેક્શન કમિટીમાં મહત્વના ર્નિણયો લેવાયા છે. લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો હવે સીધી દાવેદારી નહિ કરી શકે. સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે. ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. જાન્યુઆરી અંત સુધીમાં બેઠકદીઠ ૨ ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે.

ફેબ્રુઆરી અંત સુધી ૨૬ પૈકી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરવા ર્નિણય કરાયો છે. લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને ૨ મહિનાનો સમય આપવાનું નક્કી કરાયું છે. સિંગલ નામોને પહેલાથી જ ચુંટણી લડવા તૈયારી કરવા માટે કહી દેવાશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે પાંચ સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પાંચ ભાગોમાં વિભાજીત કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર-આધારિત સ્ક્રીનીંગ સમિતિઓની પણ રચના કરી છે. આ માટે પાર્ટીએ દેશને ૫ ક્લસ્ટરમાં વહેંચી દીધો છે.

પાંચે ભાગો માટે અલગ અલગ પાંચ સ્ક્રીનિંગ કમિટી બનાવવામા આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન, દિલ્લી, દીવ-દમણ અને દાદરાનગર હવેલીનો એક સમૂહ બનાવાયો છે. રજની પાટીલને આ ઝોનના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. ક્રિષ્ણા અલ્લાવરું અને પરગટ સિંહની સદસ્ય તરીકે નિમણૂંક કરાઈ. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, ગોવા સહિતના સમૂહની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/