fbpx
ગુજરાત

ઉત્તર ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓનો “જય શ્રી રામ” બોલાતો વિડીયો વાઈરલ

રામ મંદિરના નિર્માણ કાર્યને લઈ વર્ષોથી રાહ જાેવામાં આવી રહી હતી. વર્ષો બાદ રામ મંદિરનું સપનુ સાકાર થઈ રહ્યુ છે. જેને લઈ સૌ કોઈના મનમાં રામને લઈ ઉત્સાહનો માહોલ છવાયો છે. દેશ અને દુનિયામાં વસતા હિન્દુ ધર્મના લોકોમાં અનેરો માહોલ છવાયેલો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતની એક શાળાનો વીડિયો વાયરલ થયો છે.
આમ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઉત્તર ગુજરાતનો હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં બાળકો પોતાની હાજરી શાળામાં પુરવા વખતે જય શ્રી રામ બોલતા નજર આવી રહ્યા છે.

હાલમાં જે રીતે ઈન્ટરનેટ પર આ વીડિયો ફેલાવા લાગ્યો છે, જેને લઈ હવે આ શાળાની શોધ શરુ થઈ ચૂકી છે. જાેકે એ અલગ વાત છે કે, આ શાળા કઈ છે અને ક્યાંની છે. પરંતુ હાલ તો સોશિયલ મીડિયા પર આ શાળા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં પણ આ શાળાને બનાસકાંઠાની જ બતાવવામાં આવી રહી છે.

જાેકે સૌથી મહત્વની વાત આ વિદ્યાર્થીઓના સુંદર સંસ્કારની છે. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શિક્ષક હાજરી માટે રોલ નંબર બોલવાનુ શરુ કરે છે એટલે બાળકો એક બાદ એક ઉભા થઈને હાથ જાેડીને જય શ્રી રામ બોલે છે. હાથ જાેડીને નમસ્કાર મુદ્રામાં રહીને જય શ્રી રામ બોલતા બાળકોને જાેઈને જ તેમના સંસ્કારની સરાહના થવા લાગી છે.
વીડિયોમાં એ પણ જાેઈ શકાય છે કે, બાળકો જ્યારે શાળાના વર્ગખંડમાં શિક્ષક આવે એટલે તુરત જ જય શ્રી રામ બોલીને તેમને ઉભા થઈ આવકાર આપે છે. આપણે વિદ્યાર્થીઓ શિક્ષકને ખૂબ આદરભાવ આપતા હોય છે, પરંતુ અહીં ભગવાન રામના નામ સાથેની આ પરંપરા ધ્યાન ખેંચી રહી છે. ઈંગ્લીશની યસ સર અને પ્રેઝન્ટ સરની પ્રથાને જ જાણે આ શાળાના વિદ્યાર્થીઓ માટે અલવિદા કહી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/