fbpx
ગુજરાત

ગુજરાત રાજય કર્મચારી મંડળે ૪ ટકા મોંઘવારી ભથ્થા માટે મુખ્યમંત્રીને કરી રજૂઆત

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. એટલે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને ૪ ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાયા બાદ ગુજરાત સરકારે હજુ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી.

આ અંગે ગુજરાત રાજય કર્મચારી મંડળે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી જુલાઈ ૨૦૨૩ની અસરથી મોંઘવારી ભથ્થુ ચાર ટકા લેખે જાહેર કરવા રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી કર્મચારી મંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારને ભારત સરકારને અનુરૂપ રાજય સરકારના કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થુ ચુકવવા બંધાયેલ છે. કેન્દ્ર સરકારે માહે ૧ જુલાઈ ૨૦૨૩થી મોંઘવારી ભથ્થુ ૪ ટકા લેખે તા.૧૯/૧૦/૨૦૨૩ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે. રાજય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબર મહિનામાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની જાહેરાત કરી હતી.

ઓકટોબરમાં આ જાહેરાત બાદ દેશમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત ૪૨%થી વધીને ૪૬% થઈ ગઈ છે. જે રાજય સરકારના કર્મચારીઓને ભારત સરકારના ધોરણે આપવામાં આવતી મોંઘવારી ભથ્થુ માહે ૧ જુલાઈ ૨૦૨૩થી જાહેરાત કરવામાં આવેલ નથી. દેશના અન્ય રાજયોમાંથી પણ ડીએમાં ૧ જુલાઈ ૨૦૨૩થી આપવાની જાહેરાત કરવામાં આવી છે ૧ જુલાઈ ૨૦૨૩થી રાજય સરકારના અધિકારી/ કર્મચારીઓ બોર્ડ નિગમ- મહાનગર પાલિકાઓ યુનિવર્સિટીના કર્મચારીઓને હાલની મોંઘવારી દરમ્યાન પેટ્રોલ ડીઝલ ખાદ્યતેલ તથા કઠો સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થયેલ છે. જેના કારણે રાજય સરકારના કર્મચારીઓન આર્થિક સ્થિતિ નબળી પડી છે. આથી રાજય સરકાર દ્વારા કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારની જેમ ૪ ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવાની માગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/