fbpx
ગુજરાત

ગુજરાતમાંથી ૨ હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાયા

તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યાં છે. કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જાેડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઝ્રસ્ની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં. આ સાથે જ ગુજરાતમાંથી ૨ હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાયા છે. ૨૦૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના છે.

આમ, ગુજરાતમાંથી ૨ હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાથી ૧૫૦૦ કાર્યકરો આજે ભાજપમાં જાેડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જાેડાયા હતા. તમામ કાર્યકર્તાઓને આવકારતા ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગુજરાતમાંથી ૨૧૦૦ થી વધારે કાર્યકર પોતાની પાર્ટી છોડી ભાજપમાં જાેડાયા છે.

જેમાં ૧૨ જિલ્લા પંચાયતના સભ્યો , ૫ પુર્વ કોર્પોરેટર, ૫ ધારાસભા લડેલા ઉમેદવાર, ૩ એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા કાર્યકરો ભાજપમાં જાેડાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, એક પણ કાર્યકર કે નેતાને કાણી પાઇ આપી નથી. ૪૦ બસો ભરી કાર્યકરો સ્વંય આવ્યા છે. નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મુકી લોકો જાેડાયા છે. ભાજપાની જમીન સૌરાષ્ટ્રમાં મજબુત કોંગ્રેસ અને આપના કાર્યકરો ગુંગળાતા હતા. જેમને અમારી પાર્ટીમાં સામેલ કર્યા છે. અમારા કાર્યકર્તાઓ ખુશ છે.

તો આ પક્ષપલટા અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના લલિત વસોયાએ જણાવ્યું કે, અલ્પેશ ગોવાણી ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખ નથી. છેલ્લે ૨૦૨૦ થી જયેશભાઇ લાખાણી પ્રમુખ છે, ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણી વખતે પાર્ટીમાથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. ઉપલેટા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લા પંચાયતના ઉપલેટાના બંન્ને સભ્યો ૨૦૨૨ વિધાનસભાની ચુંટણી વખતે ભાજપમાં ભળી ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/