fbpx
ગુજરાત

૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વીંછિયાના થોરીયાળી ગામના યુવકે દુષ્કર્મ આચર્યું

જસદણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં જસદણ તાલુકાના એક ગામની ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વીંછિયાના થોરીયાળી ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વીંછિયાના થોરીયાળી ગામનો મેહુલ ભાણજી ઝાપડીયા નામનો યુવક જસદણના ભડલી ગામે તેમના સગા સબંધી રહેતા હોવાથી અવારનવાર ત્યાં જતો હતો અને તેમની બાજુમાં જ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનું ઘર આવેલું છે.

જેથી મેહુલ તે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત તા.૧૫ ની રાત્રીએ ભડલી ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ડઘાઈ ગઈ હતી. આ દુષ્કર્મ અંગેની જાણ સગીરાએ તેમના પરિવારજનોને કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ હિંમત દાખવીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વીંછિયા તાલુકાના થોરીયાળી ગામના મેહુલ ભાણજી ઝાપડીયા નામના શખ્સ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ૩૭૬ તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાવતા જસદણ પોલીસે દુષ્કર્મ ગુજારનાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક પોતાના સગાં સબંધીને ત્યાં આવતો હોવાથી ત્યાં જ રહેતી સગીરાને પોતાની સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ મેહુલ જાપાડીયા નામના યુવકે સગીરાને લાલચ આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હાલ જસદણ પોલીસે દુષ્કર્મ કરનાર મેહુલ જાપડીયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/