fbpx
ગુજરાત

ડીંગુચાના પરિવારને મોતમાં ધકેલનાર કેનેડાના રસ્તા પર ફરી દેખાયો

અમદાવાદ,ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટેલા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતના ચાર લોકો મોતનો મામલામાં બે વર્ષ બાદ મોટી માહિતી સામે આવી છે. ડીગુંચાના પરિવાર કેનેડાના માનિટોબામા ઠંડીમા થજી થવાથી મોત થયા હતા. પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડામા પ્રવેશ કરવા જતા આ ઘટના બની હતી. આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરાન્ટોમાં આરામથી ફરતો જાેવા મળ્યો છે. કેનેડિયન મીડિયાના અહેવાલ પ્રમાણે આ ગુજરાતી પરિવારને આ રીતે અહિંયા લાવવામા ફેનિલ પટેલનો મોટા હાથ હતો.

કેનેડીયન મીડિયાના દાવા પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુષ્ટિ કરી હતી કે સીબીસી તપાસમાં મળી આવેલ વ્યક્તિ જ ફેનીલ પટેલ છે, જેને તેઓ શોધી રહ્યા છે. ફેનિલ પટેલ મૂળભૂત રીતે કેનેડામાં રહેતો એજન્ટ છે. તેણે કહ્યું કે, તે તેમને સરહદી વિસ્તારમાં લઈ ગયો. હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેઓએ ફેનિલ પટેલને શોધવા અને કેનેડામાં તેની ધરપકડ કરવા માટે આરસીએમપીની મદદની વિનંતી કરી હતી, જેથી કરીને આરોપોનો સામનો કરવા માટે તેને ભારત લાવી શકાય. ડીંગુચાના પટેલ પરિવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ મિનેસોટામાં ગેરકાયદેસર રીતે પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામ્યો.

૩૯ વર્ષીય જગદીશ પટેલ, તેમની ૩૭ વર્ષીય પત્ની વૈશાલી, તેમની ૧૧ વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના સ્થિર મૃતદેહો યુએસથી માત્ર ૧૨ મીટરના અંતરે મળી આવ્યા હતા. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં ૪ પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ૨૦૨૨માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહેતા હતા. બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી ૧૦ દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/